25 May, 2025 06:15 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની એક સ્પેશિયલ કૉર્ટે 2020માં 6 વર્ષની બાળકીના યૌન ઉત્પીડન મામલે 50 વર્ષીય વ્યક્તિને 20 વર્ષની જેલની સજા સંભળાવી છે.
મહારાષ્ટ્ર, મુંબઈમાં એક સ્પેશિયલ કૉર્ટે 2020માં 6 વર્ષની બાળકીના યૌન ઉત્પીડન મામલે 50 વર્ષીય વ્યક્તિને 20 વર્ષની જેલની સજા સંભળાવી છે. કૉર્ટે કહ્યું કે આ ઘટનાથી બાળકીના મન પર લાંબા સમય સુધી ઊંડી અસર પડી શકે છે. આરોપી બાળકીના પાડોશમાં જ રહેતો હતો. બાળકીને માએ તેને બાળકી સાતે વાત કરતાં જોયો હતો, જેના પછી આ ઘટનાનો ખુલાસો થયો. બાળકીએ જણાવ્યું કે આરોપી તેના ઉપરના ફ્લોર પર બનેલા બાથરૂમમાં લઈ જતો હો અને ખોટી રીતે સ્પર્શતો હતો. તેણે એ પણ જણાવ્યું કે આરોપીએ તેનું અનેક વાર યૌન ઉત્પીડન કર્યું.
કોર્ટમાં બાળકીએ જણાવ્યું કે આરોપી તેને ચોકલેટની લાલચ આપીને લઈ જતો હતો અને પછી તેની સાથે ખરાબ વર્તન કરતો હતો. છોકરીના માતા-પિતાએ આરોપીને બિલ્ડિંગમાં જોયો હતો અને તેની પૂછપરછ કરી હતી. આ પછી તેમણે FIR નોંધાવી. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીએ દાવો કર્યો હતો કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે કારણ કે છોકરીના પિતા ગેરકાયદેસર તમાકુ (ગુટખા) વેચાણમાં સામેલ હતા અને તેમણે તેના વિશે ફરિયાદ કરી હતી. કોર્ટે કહ્યું કે આરોપી આનો કોઈ પુરાવો રજૂ કરી શક્યો નથી.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે એમ પણ કહ્યું કે આરોપી છોકરીને લલચાવવામાં અને તેના પર પ્રભાવ પાડવામાં સફળ રહ્યો હતો જેના કારણે તેણે ઘટના દરમિયાન કોઈ અવાજ કર્યો ન હતો કે ન તો તેણે આ વિશે કોઈને કહ્યું હતું. કોર્ટે કહ્યું કે છોકરીનું નિવેદન સતત સુસંગત હતું અને તબીબી પુરાવાઓએ પણ જાતીય હુમલાની પુષ્ટિ કરી હતી. કોર્ટે કહ્યું કે ઘટના સમયે આરોપી 45 વર્ષનો હતો અને તે ઘણો બુદ્ધિશાળી હતો. આમ છતાં, તે આવા ગુનામાં સામેલ થઈ ગયો. આ ઘટના પીડિતાના મન પર લાંબા સમય સુધી ઊંડી અસર કરશે અને તે સામાન્ય જીવન જીવવાની સ્થિતિમાં રહેશે નહીં. તે સતત તણાવ અને દબાણ હેઠળ હશે.
છોકરીએ આ વાત તેના માતાપિતાને કરી
આ મામલો 2020 માં પ્રકાશમાં આવ્યો હતો. છોકરીની માતાએ આરોપીને તેના ઘરની નજીક ઊભો રહીને તેની પુત્રીને કંઈક કહેતો જોયો હતો. જ્યારે તેઓએ તેને પૂછ્યું કે તે શું કહી રહ્યો છે, ત્યારે તે ભાગી ગયો. જ્યારે તેઓએ તેમની પુત્રીને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે આરોપી તેને ઉપરના માળે બાથરૂમમાં લઈ જતો હતો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો.