છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ સહિત મુંબઈના સંગ્રહાલયોને બૉમ્બથી ઉડાડવાની ધમકી

06 January, 2024 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Bomb Threat છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ સહિત મુંબઈના કોલાબા, વર્લી સંગ્રહાલયોને બૉમ્બથી ઉડાડવાની આપી ધમકી, મચ્યો હડકંપ.

મુંબઈ પોલીસ (ફાઈલ તસવીર)

Mumbai Bomb Threat છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ સહિત મુંબઈના કોલાબા, વર્લી સંગ્રહાલયોને બૉમ્બથી ઉડાડવાની આપી ધમકી, મચ્યો હડકંપ.

મહારાષ્ટ્ર (Maharashtra)માંથી મોટા સમાચાર પ્રમાણે દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ના કોલાબા, વર્લી સહિત અન્ય સ્થળે પર સ્થિત પ્રમુખ સંગ્રહાલયોને ગયા શુક્રવારે બૉમ્બથી (Bomb Threat) ઉડાડવાની ધમકી ભર્યા ઈમેલ આવ્યા, જેના તરત બાદ પોલીસ અને એન્ટી બૉમ્બ સ્ક્વૉડ ટીમે સર્ચ ઑપરેશન ચલાવ્યું. 

મળતી માહિતી પ્રમાણે મુંબઈ પોલીસને આ માટે કોલાબામાં છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય અને વર્લીમાં નેહરૂ વિજ્ઞાન કેન્દ્ર સહિત પ્રમુખ સંગ્રહાલયોને વિસ્ફોટની ધમકીવાળા ઈમેલ મળ્યા. આની સાથે જ પોલીસ અને એન્ટી બૉમ્બ સ્ક્વૉડે તે સંગ્રહાલયોની પણ તપાસ કરી. જો કે, કોઈપણ સંગ્રહાલયમાંથી વિસ્ફોટકની કોઈપણ સામગ્રી મળી નહોતી.

માહિતી પ્રમાણે ઇમેલમાં લખ્યું હતું કે, ઉક્ત મ્યૂઝિયમમાં અનેક બૉમ્બ લગાડવામાં આવેલા છે. તે કોઈપણ સમયે વિસ્ફોટ થઈ જશે. જેના પછી તરત જ જે તે સ્થળે મુંબઈ પોલીસ એન્ટી બૉમ્બ સ્ક્વૉડ અને ફાઈન્ડિંગ ડૉગ સાથે અરજન્ટ રિસ્પોન્ડ ટીમ ત્યાં પહોંચી. આની સાથે જ પોલીસની એક ટીમ સંગ્રહાલયની આસપાસ પણ તૈનાત કરવામાં આવી.

તો મુંબઈ પોલીસ સાઈબર વિભાગ દ્વારા ઈ-મેલ દ્વારા ધમકી ભર્યા મામલે કેસ દાખલ કર્યા પછી લોકેશન ટ્રેસ કરી રહી છે. નોંધનીય છે કે આ પહેલા પણ મુંબઈમાં ભારતીય રિઝર્વ બેન્કની ઑફિસ સહિત અનેક બેન્કોને બૉમ્બથી ઉડાડવાની ધમકી પણ મળી હતી. જો કે, પછીથી ખબર પડી કે ત્યાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નહોતી. તો પોલીસને એ ધમકી પણ ઈમેલ દ્વારા જ આપવામાં આવી હતી. આ પ્રકારના મેલ દ્વારા ઘણીવાર મુકેશ અંબાણીને પણ આ જ રીતે ધમકી મળી છે.

નોંધનીય છે કે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આરબીઆઇમાં ધમકીની ઈ-મેઇલ કરનારો મુખ્ય આરોપી ૨૭ વર્ષનો મોહમ્મદ અર્શિલ તુપાલા છે, જે બીબીએ ગ્રૅજ્યુએટ છે અને શૅરબજારમાં કામ કરે છે. તેના મોબાઇલથી ઈ-મેઇલ આઇડી બનાવીને ધમકી આપવામાં આવી હતી. તેના પાનની દુકાન ચલાવતા ૩૫ વર્ષના સંબંધી વસીમ મેમણ અને ઈંડાંનું વેચાણ કરતા ૨૩ વર્ષના મિત્ર આદિલ મલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. આદિલ મલિકે બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે ​સિમ કાર્ડ મેળવીને વસીલમ મો​મિન મારફત મોહમ્મદ અર્શિલને આપ્યું હતું.’

પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ‘આરોપીઓની પ્રાથમિક તપાસમાં જણાયું છે કે તેમણે માત્ર મસ્તી કરવા માટે ધમકીની ઈ-મેઇલ મોકલી હતી. એ સિવાય એની પાછળ કોઈ બદઇરાદો નહોતો. અમે તેમની વધુ પૂછપરછ કરી રહ્યા છીએ. આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા છે. આ મામલની ફરિયાદ એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે એટલે આરોપીઓને અહીં સોપવામાં આવ્યા છે.’

મંગળવારે ધમકીની ઈ-મેઇલ મળ્યા બાદ પોલીસે જે ત્રણ જગ્યાએ બૉમ્બ મૂકવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું ત્યાં તપાસ કરી હતી, પરંતુ એ જગ્યાએ કોઈ જોખમી કે શંકાસ્પદ વસ્તુઓ હાથ નહોતી લાગી. ધમકીની આ ઈ-મેઇલમાં આરબીઆઇ ઑફિસ, એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બૅન્ક સહિત ૧૧ જગ્યાએ બૉમ્બ મૂકવામાં આવ્યા હોવાનું લખવામાં આવ્યું હતું.

આરબીઆઇએ કેટલીક પ્રાઇવેટ બૅન્કો સાથે મળીને ભારતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ કર્યું હોવાનો દાવો ઈ-મેઇલમાં કરવામાં આવ્યો હતો અને આ માટે ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને આરબીઆઇના ગવર્નર શશિકાંત દાસનાં રાજીનામાં નહીં લેવામાં આવે તો બપોર બાદ તમામ બૉમ્બ ફોડવામાં આવશે. 

mumbai news mumbai crime branch mumbai crime news mumbai police mumbai terror attacks mumbai worli shivaji maharaj