થાણેમાં 5થી 12માં ધોરણ માટે 27 જાન્યુઆરીથી ખુલશે સ્કૂલ, વાંચો વિગતો

23 January, 2021 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

થાણેમાં 5થી 12માં ધોરણ માટે 27 જાન્યુઆરીથી ખુલશે સ્કૂલ, વાંચો વિગતો

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ફરીથી શાળો ખુલવા જઈ રહી છે. તાજા અહેવાલ મુજબ થાણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 27 જાન્યુઆરીથી 5માં ધોરણ અને 12માં ધોરણ માટે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અરબન ડેવલપમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદે (Urban Development Minister, Eknath Shinde)એ આશ્રમ શાળાઓ સહિત તમામ માધ્યમોની શાળાઓ ફરીથી ખોલવાની સૂચના જાહેર કરી હતી, જે છેલ્લા 10 મહિનાઓથી કોરોના રોગચાળાને કારણે બંધ ચાલી રહી હતી. તેમ જ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે કે શાળામાં આવવા માટે તેમણે પોતાના પેરેન્ટ્સથી લેખિતમાં પરવાનગી લેવી ફરજિયાત રહેશે. સરકારની સૂચના પ્રમાણે વર્ગમાં જોડાવા માટે માતાપિતાની સંમતિ જરૂરી છે, આ વિના કોઈને પણ વર્ગમાં બેસવા દેવામાં આવશે નહીં.

મહારાષ્ટ્ર સરકારે ગત સપ્તાહે સંબંધિત વિસ્તાપોમાં ત્યાંની હાલની પરિસ્થિતિઓના આધાર પર ધોરણ 5 થી 8ના માટે શાળાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. રિપોર્ટ અનુસાર અધિકારીએ કહ્યું હતું કે થાણે જિલ્લાના શહેરી વિસ્તારોની શાળાઓ વિશે એક અલગ નિર્ણય લેવામાં આવશે. આ સિવાય અંબરનાથ અને કુલગાંવ- બદલાપુર સિવિલ કાઉન્સિલોની હદમાં આવતી શાળાઓ માટે અલગ સૂચના આપવામાં આવશે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરે તમામ શૈક્ષણિક સંસ્થાઓને શિક્ષા વિભાગ દ્વારા જાહેર માર્ગદર્શિકાનું કડક પાલન કરવા સૂચના આપી છે.

maharashtra thane mumbai mumbai news