નાના બાળકોને છે વધારે ઊંઘની જરૂર, પ્રાઇમરી સ્કૂલમાં થશે મોટા ફેરફાર- મહા. સરકાર

26 September, 2022 08:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રાઈમરી સ્કૂલના બાળકોને વધારે ઊંઘની જરૂર હોય છે તો આ સમય દરમિયાન મગજનો સૌથી વધારે વિકાસ થતો હહોય છે. જેને જોતાં તેમના સ્કૂલના સમયમાં ફેરફાર કરવો જોઈએ. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

મહારાષ્ટ્રના સ્કૂલ શિક્ષા મંત્રી (Maharashtra School Education Minister Deepak Kesarkar) દીપક કેસરકરનું કહેવું છે કે પ્રાઈમરી સ્કૂલના બાળકોને (Primary School Child needs more time for sleep) વધારે ઊંઘની જરૂર હોય છે તો આ સમય દરમિયાન મગજનો સૌથી વધારે વિકાસ (Growth of Brain) થતો હોય છે. જેને જોતાં તેમના સ્કૂલના સમયમાં ફેરફાર કરવો જોઈએ. 

પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે ઊંઘ મહત્વપૂર્ણ છે, જેને જોતાં રાજ્યના શિક્ષણ વિભાગ પ્રી-પ્રાઈમરી (Pre Primary) અને પ્રાથમિક વર્ગ માટે સ્કૂલનો સમય બદલવા પર વિચાર કરે છે. સ્કૂલ શિક્ષણ મંત્રી દીપક કેસરકર (Deepak Kesarkar)એ પોતે ગયા અઠવાડિયે પુણેમાં એજ્યુકેશનલ ટ્રસ્ટ પ્રોગ્રેસિવ એજ્યુકેશન સોસાઈટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં બાળકોના હિતમાં આ સલાહ આપી.

સ્કૂલ શિક્ષણ મંત્રી દીપક કેસરકરે શુક્રવારે કહ્યું કે શહેરોમાં સ્કૂલ બેથી ત્રણ બેચમાં ચાલે છે, આથી આ સંબંધે અંતિમ નિર્ણય વિશેષજ્ઞો, પ્રબંધન અને શિક્ષકો સાથે વાતચીત બાદ લેવામાં આવશે. કેસરકરે એ પણ સ્પષ્ટ કર્યું કે શિક્ષકોને ચૂંટણી અને જનગણના કાર્ય સિવાય અન્ય કોઈ બિન-શૈક્ષણિક કામ નહીં આપવામાં આવે.

જુદાં જુદાં મુદ્દે થઈ ખાસ વાતચીત
પ્રૉગ્રેસિવ એજ્યુકેશન સોસાઇટી દ્વારા આયોજિત શિક્ષક સંવાદ અને મેધાવી વિદ્યાર્થી સન્માન સમારોહમાં કેસરકરે હોંશીયાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. આ ખાસ અવસરે શિક્ષકોએ બિન-વેતન અનુદાન, બિન-શૈક્ષણિક કાર્ય, પરીક્ષા શરૂ કરવી, પાઠ્યક્રમમાં મૂલ્ય શિક્ષણ લાવવું, છત્રપતિ શિવાજી મહારાજથી લઈને મહાદજી શિંદે સુધીનો ઇતિહાસ, રમત નીતિ જેવા વિભિન્ન મુદ્દાઓ પર વાતચીત કરી. વિધેયક સિદ્ધાર્થ શિરોલે, સમાજના અધ્યક્ષ વિઘ્નહરી મહારાજ દેવ વગેરે પણ અહીં હાજર હતા.

આ પણ વાંચો : Russian સ્કૂલમાં ગોળીબાર, છને માર્યા બાદ અજ્ઞાતે પોતાને જ ધરબી દીધી ગોળી

જો કે, રાજ્યમાં સ્કૂલનો સમય સવારે સાત વાગ્યાનો હોય છે અને ભણવાના દબાણને કારણે માનસિક તાણ વધે છે. આથી આ બાળકોની સારી ઊંઘ અને પોતાના મગજની કાર્યક્ષમતા વધારવાની જરૂર છે. આ પૃષ્ઠભૂમિમાં પ્રાતઃકાળના પ્રાથમિક વિદ્યાલયોના સમયમાં ફેરફાર પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, આ સંબંધે કોઈપણ અંતિમ નિર્ણય લેવાયો નથી.

Mumbai mumbai news maharashtra