બજેટ સત્ર પૂર્વેની ટી-પાર્ટીના બહિષ્કાર બદલ ફડણવીસ પર શિવસેનાના પ્રહાર

26 February, 2020 07:43 AM IST  |  Mumbai

બજેટ સત્ર પૂર્વેની ટી-પાર્ટીના બહિષ્કાર બદલ ફડણવીસ પર શિવસેનાના પ્રહાર

આઝાદ મેદાનમાં રાજ્ય સરકાર વિરુદ્ધ આયોજિત રૅલીમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ.

મહારાષ્ટ્ર વિધાનમંડળના બજેટ સત્રની પૂર્વ સંધ્યાએ મુખ્ય પ્રધાનની ઔપચારિક ટી-પાર્ટીના બહિષ્કાર બદલ બીજેપી પર શિવસેનાએ આકરા પ્રહાર કર્યા હતા. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘રાજ્ય વિધાનમંડળના બજેટ સત્ર સંબંધી બીજેપીનું વલણ વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું છે. વિરોધ પક્ષોએ ટી-પાર્ટીનો બહિષ્કાર કરવો જોઈતો નહોતો. એમણે ટી-પાર્ટીમાં સામેલ થઈને જનતાના ઉત્કર્ષ વિશે ચર્ચા કરવી જોઈતી હતી.’ સોમવારે શરૂ થયેલું બજેટ સત્ર ૨૦ માર્ચે પૂરું થશે.

તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘ફડણવીસે ટી-પાર્ટીના બહિષ્કાર વેળા એવો દાવો કર્યો હતો કે મહા વિકાસ આઘાડીના ઘટક પક્ષો એકબીજાની જોડે ચર્ચા કરી શકતા ન હોય તો આઘાડીની સાથે ચર્ચાનો અર્થ રહેતો નથી. ફડણવીસનું એ વિધાન હાસ્યાસ્પદ છે. કારણકે આઘાડીના ઘટક પક્ષો વચ્ચે ચર્ચા થતી જ રહે છે અને ઘટક પક્ષોમાં પરસ્પર વિશ્વાસનું વાતાવરણ હોવાનું રાજ્યની જનતા જાણે છે. વિવિધ વિચારધારાઓનો સમન્વય એ હકીકત દર્શાવે છે. ખરેખર તો શિવસેનાએ ૨૪ વર્ષથી હિન્દુત્વના મુદ્દે બીજેપીને સમર્થન આપ્યા છતાં બીજેપીએ અમારી જોડે કેમ ક્યારેય ચર્ચા ન કરી?’

mumbai mumbai news devendra fadnavis bharatiya janata party