અનિલ અંબાણીના વિડિયો બાદ મહાબળેશ્વરની ક્લબને ગૉલ્ફ કોર્સ બંધ કરવાની નોટિસ ફટકારાઈ

04 May, 2021 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્યોગપતિ અનિલ અંબાણી મહાબળેશ્વરની એક પ્રાઇવેટ ક્લબના ગૉલ્ફ કોર્સ ગ્રાઉન્ડમાં વૉક કરી રહ્યા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ આ લોકપ્રિય હિલ-સ્ટેશનના મહાનગરપાલિકાના તંત્રએ એ ક્લબને એનું ગૉલ્ફ કોર્સ ગ્રાઉન્ડ બંધ કરી દેવા જણાવ્યું છે.

અનિલ અંબાણી

ઉદ્યોગપતિ અનિલ અંબાણી મહાબળેશ્વરની એક પ્રાઇવેટ ક્લબના ગૉલ્ફ કોર્સ ગ્રાઉન્ડમાં વૉક કરી રહ્યા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ આ લોકપ્રિય હિલ-સ્ટેશનના મહાનગરપાલિકાના તંત્રએ એ ક્લબને એનું ગૉલ્ફ કોર્સ ગ્રાઉન્ડ બંધ કરી દેવા જણાવ્યું છે. હાલ મહાબળેશ્વરમાં પત્ની અને બાળકો સાથે સમય વિતાવી રહેલા અનિલ અંબાણી તાજેતરમાં ગૉલ્ફ કોર્સમાં સાંજના સમય વૉક કરતા જોવા મળ્યા હતા. રાજ્યમાં લૉકડાઉન જેવાં નિયંત્રણો હોવાથી આવી પ્રવૃત્તિની પરવાનગી નથી એમ સૂત્રો જણાવ્યું હતું.

મહાબળેશ્વર કાઉન્સિલનાં ચીફ ઑફિસર પલ્લવી પાટીલે જણાવ્યું હતું કે ‘અનિલ અંબાણી તેમના કેટલાક પરિવારજનો સાથે ગ્રાઉન્ડ પર વૉક કરી રહ્યા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. વિડિયોની ખરાઈ કર્યા બાદ અમે ક્લબને નોટિસ ફટકારી હતી અને તેમને મૉર્નિંગ અને ઈવનિંગ વૉક કરવા આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવાની સૂચના આપી હતી.’

mumbai mumbai news mahabaleshwar anil ambani