મુંબઈઃ લોખંડવાલાના રહેવાસીઓએ અપાવ્યું તળાવને નવજીવન

25 March, 2019 12:36 PM IST  |  | રણજિત જાધવ

મુંબઈઃ લોખંડવાલાના રહેવાસીઓએ અપાવ્યું તળાવને નવજીવન

લોખંડવાલાના તળાવનું થશે બ્યુટીફિકેશન

દસ વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ ઓશિવરા-લોખંડવાલાના સ્થાનિક લોકોની માગણી મ્હાડા દ્વારા પૂરી કરવામાં આવી છે. સ્થાનિક લોકોના કૅમ્પેનને કારણે લોખંડવાલા તળાવની સફાઈ કરી એની ફરતે બૅરિકેડ્સ લગાડવાનો નર્ણિય લેવામાં આવ્યો છે. લોખંડવાલા તળાવ દર વર્ષે શિયાળામાં આવતાં માઇગ્રેટરી બર્ડ્સનો ગઢ ગણવામાં આવે છે. તેથી પર્યાવરણવિદો દ્વારા પણ સત્તાધીશો સામે વિવિધ પ્રોજેક્ટ રજૂ કરી બ્યુટિફિકેશનની માગણી મૂકવામાં આવી હતી.

લોખંડવાલા-ઓશિવરાના સ્થાનિક લોકોની માગણીના આધારે સમગ્ર લોખંડવાલા તળાવની આસપાસ બૅરિકેડ્સ લગાડવાનો નર્ણિય લેવામાં આવ્યો છે એમ જણાવતાં ઓશિવરા લોખંડવાલા સિટિઝન્સ અસોસિએશનના સભ્ય ધવલ શાહે કહ્યું હતું કે ‘બૅરિકેડ્સ લગાડ્યા બાદ તળાવમાં ભંગાર અને કચરો ઠાલવવા પર રોક લાગી જશે. તળાવમાં આવતા માઇગ્રેટરી બર્ડ્સ પરેશાન ન થાય એ માટેની સુવિધા ઊભી કરવામાં આવશે અને તળાવની જગ્યાનું રિનોવેશન કરીને ત્યાં બેન્ચો મૂકવામાં આવશે.’

ફિલ્મમેકર, ઍક્ટિવિસ્ટ અને ઓશિવરા-લોખંડવાલા સિટિઝન્સ અસોસિએશનના ચૅરમૅન અશોક પંડિતે જણાવ્યું હતું કે ‘લોખંડવાલા વિસ્તારના સ્થાનિક લોકો અને અમુક સામાજિક સંસ્થાઓ દ્વારા લોખંડવાલા તળાવને બચાવવા લાંબા સમયથી ઝુંબેશ ચાલી રહી હતી. સ્થાનિક નગરસેવકો અને વિધાનસભ્યો દ્વારા નાગરિકોની ફરિયાદ સામે કોઈ ધ્યાન આપવામાં આવતું નહોતું. હવે ચૂંટણી વખતે તેઓ જાગ્યા હોય એમ લાગી રહ્યું છે. આખા તળાવનું કામ જ્યારે પૂરું થશે ત્યારે જ હવે અમને સત્તાધીશોનાં આશ્વાસનો પર વિશ્વાસ આવશે.’

આ પણ વાંચોઃ થૅન્ક યુ મિડ-ડે: મિડ-ડેના એક મેસેજથી CM તરફથી 15 મિનિટમાં પારેખ પરિવારને રાહત મળી

લોખંડવાલા તળાવના બ્યુટિફિકેશનનું કામ વિધાનસભ્ય ભારતી લોવેકરના ફન્ડમાંથી કરવામાં આવશે.

mumbai mumbai news lokhandwala