મુંબઈ: ઉલ્હાસનગરમાં વ્યંડળોએ કરી માઇગ્રન્ટ્સ વર્કર્સને મદદ

12 May, 2020 08:13 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ: ઉલ્હાસનગરમાં વ્યંડળોએ કરી માઇગ્રન્ટ્સ વર્કર્સને મદદ

ઉલ્હાસનગરમાં વ્યંડળોએ કરી માઇગ્રન્ટ્સ વર્કર્સને મદદ

રાજ્યના અન્ય ભાગોની માફક એક ટ્રેન સ્થળાંતરીઓ માટે ઉલ્હાસનગરથી ઝારખંડ જવા રવાના થઈ રહી છે, પણ આ ટ્રેનની એક અનોખી વાત એ છે કે આ પ્રયાસમાં ટ્રાન્સજેન્ડર સમુદાયની મદદ પ્રાપ્ત થઈ છે. ટ્રાન્સજેન્ડર્સના એક જૂથે ટ્રેનના પ્રવાસીઓ માટે વિવિધ જવાબદારી ઉઠાવી હતી. તેમણે ઉલ્હાસનગર અને એની નજીકના જુદા-જુદા ભાગમાંથી સ્થળાંતરી મજૂરોને એકઠા કર્યા, તેમનામાં જાગૃતિ ફેલાવી, ઓળખ સાથે પ્રમાણભૂત યાદી તૈયાર કરી, મેડિકલ ચેકઅપમાં મદદ કરી અને તેમને ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ફૂડ-પૅકેટ્સ મળી રહે એ સુનિશ્ચિત કર્યું હતું.

આશરે ૧૨ ટ્રાન્સજેન્ડરનું જૂથ ટ્રાન્સજેન્ડર્સના કલ્યાણ માટે કામ કરી રહેલા એનજીઓ – ગ્લોબલ રાઇટ્સ ફાઉન્ડેશનની માર્ગદર્શિકા હેઠળ આ કામ માટે સ્વયંસેવકો તરીકે કામ કરી રહ્યું છે. ગ્લોબલ રાઇટ્સ ફાઉન્ડેશને સ્થળાંતરી મજૂરોને તેમના વતનના સ્થળે પહોંચવામાં મદદ પૂરી પાડવાની કામગીરી કરી રહેલા અન્ય એક એનજીઓ મશાલના સહયોગથી આ કામગીરી હાથ ધરી છે. આ ટ્રાન્સજેન્ડર્સ ઉલ્હાસનગરમાં વસનારા, પરંતુ લૉકડાઉન દરમ્યાન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષનો સામનો કરી રહેલા હજારો સ્થળાંતરી મજૂરોના ડેટા તપાસી રહ્યા છે.

ગ્લોબલ રાઇટ્સ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. યોગા નામ્બયારે જણાવ્યું હતું કે ‘પ્રથમ અમે મશાલ અને કૉલેજના વિદ્યાર્થીઓ સહિતના અન્ય લોકોની મદદથી આ સ્થળાંતરી મજૂરોને જરૂરી ચીજવસ્તુઓની કિટ્સ આપવાનું શરૂ કર્યું. તેમને ગ્રોસરી કિટ્સ આપ્યા બાદ અમે કમ્યુનિટી કિચન શરૂ કર્યું, જ્યાંથી અમે ઉલ્હાસનગરમાં ફસાયેલા સ્થળાંતરી મજૂરોને ભોજન પૂરું પાડતા હતા. આ દરમ્યાન આ સ્થળાંતરીઓએ તેમના વતન પાછા જવાની ઇચ્છા વ્યક્ત કરી અને એ માટે મદદ કરવા વિનંતી કરી. ત્યાર બાદ મશાલ સાથે મળીને ટ્રેનની ગોઠવણ કરવાની કામગીરી કરવામાં આવી.’

mumbai mumbai news ulhasnagar coronavirus covid19 lockdown pallavi smart