ટ્રેનમાં ચડતા-ઊતરતા પૅસેન્જરોનું હવે વિડિયો-શૂટિંગ

28 July, 2012 03:52 AM IST  | 

ટ્રેનમાં ચડતા-ઊતરતા પૅસેન્જરોનું હવે વિડિયો-શૂટિંગ

સોની અને નિકૉન કંપનીના આ પ્રત્યેક કૅમેરાની કિંમત ૧૪,૦૦૦ રૂપિયા છે. શરૂઆતમાં રેલવે-પોલીસ દાદર સ્ટેશન પર આ કૅમેરાથી શૂટિંગ કરશે. આવા શૂટિંગને કેવો રિસ્પૉન્સ મળે છે એના આધારે વધુ કૅમેરા ખરીદવાનો અને બીજાં સ્ટેશનો પર પણ આવી રીતે શૂટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવશે. આ રીતે શૂટિંગ કરવા પાછળનો ઇરાદો ગુનાખોરી રોકવાનો છે.

પૅસેન્જરો ટ્રેનમાંથી ઊતરતા હોય એવા વખતે તમામ લોકોના ચહેરા કૅમેરામાં કેદ થઈ શકશે પણ પૅસેન્જરો ટ્રેનમાં ચડતા હોય ત્યારે તેમનો માત્ર પાછળનો ભાગ જ દેખાશે જે કદાચ ગુનેગારોને પકડવામાં ઉપયોગી નહીં થાય. રેલવે-પ્લૅટફૉર્મ પર તેમ જ ટ્રેનોમાં ગુના વધી રહ્યા છે. મુંબઈમાં રોજ ૧૦થી ૨૦ ગુના નોંધાતા હોય છે. રેલવે-પોલીસ આ કૅમેરા લઈને ફૂટ ઓવરબ્રિજ પર પણ ઊભા રહેશે જેથી ક્યારેક નાના ગુના કરતા ગુનેગારોને પણ ઝડપી શકાય.