ભારે વરસાદથી મુંબઈમાં 'લાઈફ લાઈન' પર અસર, વેસ્ટર્ન અને હાર્બર લાઈન ધીમી

01 July, 2019 09:20 AM IST  |  મુંબઈ

ભારે વરસાદથી મુંબઈમાં 'લાઈફ લાઈન' પર અસર, વેસ્ટર્ન અને હાર્બર લાઈન ધીમી

મુંબઈમાં ભારે વરસાદ

વરસાદના કારણે મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનની રફતાર ધીમી પડી રહી છે. સાથે જ મરીન લાઈન્સ સ્ટેશન પાસે ઓવરહેટ વાયર તૂટી જતા મરીન લાઈન્સથી ચર્ચગેટ જતી ટ્રેનો પર અસર થઈ છે. મોટાભાગની ટ્રેનો રદ કરવામાં આવી રહી છે.

વેસ્ટર્ન લાઈન પર અસર
મરીન લાઈન્સ પાસે વાયર તૂટવાના કારણે વેસ્ટર્ન લાઈને પ્રભાવિત થઈ છે. ત્યાંથી આગળ જવા માટે મુંબઈકરાઓને સમસ્યા પડી રહી છે. જો કે થોડા સમયમાં આ સેવા પૂર્વપત થવાની આશા છે. વિરારથી ચર્ચગેટ જતી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. સાથે જ હાર્બર લાઈન પર પણ ટ્રેન ધીમી ચાલી રહી છે.

મુંબઈથી આવતી-જતી ટ્રેનો પર અસર
ગુજરાત અને મુંબઈમાં વરસાદના કારણે મુંબઈ આવતી અને મુંબઈથી ઉપડતી ટ્રનો પર અસર પડી રહી છે. પાણી ભરાઈ જવાના કારણે કેટલીક ટ્રેનો રોકી દેવામાં આવી છે. મુંબઈ અને પુણે વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી જતા ત્યાંના વ્યવહાર પર અસર પડી છે. પાલઘરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા ટ્રેનો કેન્સલ કરવી પડી છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અનરાધાર, હજી 48 કલાક માટે આગાહી

આજે પણ વરસાદની આગાહી
આજે પણ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાલઘર અને નવી મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે.

mumbai mumbai rains