Mumbai: સવારે પાવરની સમસ્યાને કારણે હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ

24 May, 2022 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્રેનો સવારના ધસારાના સમયે ઓછામાં ઓછા 15-20 મિનિટ મોડી દોડી રહી હતી

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલ્વેના એક અધિકારીના જણાવ્યા અનુસાર, પાવરની સમસ્યાને કારણે મંગળવારે સવારે મુંબઈમાં હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

વિક્ષેપને પગલે સંખ્યાબંધ મુસાફરો ફરિયાદ કરી હતી કે નવી મુંબઈ અને પશ્ચિમ ઉપનગરોને દક્ષિણ મુંબઈ સાથે કનેક્ટિવિટી પૂરી પાડતી હાર્બર લાઇન પરની ટ્રેનો સવારના ધસારાના સમયે ઓછામાં ઓછા 15-20 મિનિટ મોડી દોડી રહી હતી.

પાછળથી મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો રૂટ પર ભીડથી થઈ હતી, એમ કેટલાક મુસાફરોએ જણાવ્યું હતું.

મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે “હાર્બર કોરિડોર પર અપ લાઇન (દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ) પરની સેવાઓ લગભગ 15 મિનિટ માટે બંધ થઈ હતી કારણ કે ઓવરહેડ વાયરના પાવરમાં 9.13થી ખામી સર્જાઈ હતી.”

પાવરની સમસ્યા બાદમાં ઉકેલાઈ ગઈ હતી અને સવારે 9.26 વાગ્યે અપ લાઇન સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

હાર્બર લાઇન પર દરરોજ લગભગ 10 લાખ મુસાફરો મુસાફરી કરે છે, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનન્સ (CSMT)-ગોરેગાંવ અને CSMT-પનવેલ સ્ટેશનો વચ્ચે ટ્રેનો ચાલે છે.

mumbai mumbai news mumbai local train