Mumbai Local: વેસ્ટર્ન લાઇન પર લોકલ ટ્રેન સેવા ખોરવાઈ, ટ્રેનો મોડી થતાં મુસાફરો મુશ્કેલીમાં

29 November, 2022 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અંધેરી સ્ટેશન પર પોઈન્ટ ફેઈલ થવાને કારણે તમામ અપ અને ડાઉન લોકલ 10 થી 15 મિનિટ મોડી ચાલી રહી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈગરાંઓ માટે લોકલ ટ્રેન (Local Train)તેની લાઈફલાઈન છે. પરંતુ ઘણીવાર ટ્રેનમાં અચાનક સર્જાતી ખામીને કારણે તેમણે મુસાફરીમાં મોટી મુશ્કેલી ઉભી થતી હોય છે. પશ્ચિમ રેલવે (WR) ની લોકલ ટ્રેન સેવાઓ મંગળવારની સવારના ધસારાના કલાકો દરમિયાન તકનીકી ખામીને કારણે વિલંબિત થઈ હતી, જેના કારણે ઘણા મુસાફરોને અસર થઈ હતી.

અંધેરી સ્ટેશન પર પોઈન્ટ ફેઈલ થવાને કારણે તમામ અપ અને ડાઉન લોકલ 10 થી 15 મિનિટ મોડી ચાલી રહી હતી.

ટ્વિટર પર ડિવિઝનલ રેલ્વે મેનેજર-પશ્ચિમ રેલ્વેના મુંબઈ વિભાગે કહ્યું: "અંધેરી સ્ટેશન પર ટેકનિકલ ખામીને કારણે તમામ યુપી ફાસ્ટ લોકલ ટ્રેનો આજે એટલે કે 29 નવેમ્બરના રોજ 10-15 મિનિટ મોડી ચાલી રહી છે.

આ દરમિયાન પશ્ચિમ રેલ્વેના સીપીઆરઓ સુમિત ઠાકુરે માહિતી આપી હતી કે અંધેરી ખાતે સવારે 7 વાગ્યાની ટ્રેનો મોડી થતાં 7.24 વાગ્યે મુકવામાં આવી હતી.

આ પણ વાંચો: ફરી થયો વિવાદ...જાણો કોણે The Kashmir Filesને અશ્લીલ અને પ્રોપેગેંડા ફિલ્મ ગણાવી

mumbai news mumbai local train western railway