મુંબઈ લોકલ ટ્રેન દુર્ઘટના અંગે CM દેવેન્દ્ર ફડણવીસે આપ્યું નિવેદન, આપ્યા આ વચનો

11 June, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વધુ એસી લોકલ ટ્રેનો અને નવી નૉન-એસી ટ્રેનો વિશે વાત કરતા, મુખ્ય પ્રધાન ફડણવીસે ઉલ્લેખ કર્યો કે "આપણા રેલવે મંત્રીએ ભાર મૂક્યો છે કે આ ટ્રેનોમાં દરવાજા ન હોવાથી અકસ્માત થવાની શક્યતા વધારે છે. તેથી, તેઓ આવી ટ્રેનોમાં દરવાજા મૂકવાનું કામ કરશે.

સીએમ દેવેન્દ્ર ફડણવીસ (તસવીર: એજન્સી)

થાણે જિલ્લાના મુંબ્રા રેલવે સ્ટેશન નજીક સોમવારે સવારે બનેલી દુ:ખદ ઘટના જેમાં લોકલ ટ્રેનોમાં ભીડને કારણે ચાર લોકોના મોત થયા હતા, તેને લઈને હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને મંગળવારે પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો. મીડિયા સાથેની વાતચી કરતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પીક અવર્સ દરમિયાન લોકલ ટ્રેનની ક્ષમતાની મર્યાદાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે.

વધુ એસી લોકલ ટ્રેનો અને નવી નૉન-એસી ટ્રેનો વિશે વાત કરતા, મુખ્ય પ્રધાન ફડણવીસે ઉલ્લેખ કર્યો કે "આપણા રેલવે મંત્રીએ ભાર મૂક્યો છે કે આ ટ્રેનોમાં દરવાજા ન હોવાથી અકસ્માત થવાની શક્યતા વધારે છે. તેથી, તેઓ આવી ટ્રેનોમાં દરવાજા મૂકવાનું કામ કરશે. વૅન્ટિલેશનનું પણ ધ્યાન રાખવામાં આવશે. એસી ટ્રેનોને ઉપનગરીય મુંબઈમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે." મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉમેર્યું, "છેલ્લા 11 વર્ષમાં, પીએમ મોદીની સરકારે મુંબઈના ઉપનગરીય ક્ષેત્રમાં મુસાફરોની સુવિધાઓ, રસ્તાઓ પહોળા કરવા, એસ્કેલેટર અને પીવાના પાણીની સુવિધાઓમાં મોટી રકમનું રોકાણ કર્યું છે. જોકે, એ વાત સાચી છે કે પીક અવર્સ દરમિયાન, આપણી વહન ક્ષમતા ઓછી હોય છે. તેથી, આપણે તેને મજબૂત બનાવવાની જરૂર છે. અમે આ પર કામ કરીશું," જેમ કે સમાચાર એજન્સી ANI દ્વારા અહેવાલ છે.

ANI અહેવાલ મુજબ સીએમ ફડણવીસે "વિગતવાર ચર્ચાઓ પછી, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી નૉન-એસી ટ્રેનો ડિઝાઇન અને પ્રોડ્યુસ કરવામાં આવશે જ્યાં વૅન્ટિલેશનની મુખ્ય સમસ્યાનો ઉકેલ લાવવા માટે ત્રણ ડિઝાઇન ફેરફારોનો ઉપયોગ કરવામાં આવશે - પ્રથમ, દરવાજાઓમાં લૂવર્સ હશે. બીજું, કોચમાં તાજી હવા પહોંચાડવા માટે છત પર માઉન્ટ થયેલ વૅન્ટિલેશન યુનિટ હશે, અને ત્રીજું, કોચમાં વૅસ્ટિબ્યુલ્સ હશે જેથી મુસાફરો એક કોચથી બીજા કોચમાં જઈ શકે અને કુદરતી રીતે ભીડને સંતુલિત કરી શકે.” CM દેવેન્દ્ર ફડણવીસે વધુમાં ઉમેર્યું, "આ નવી ડિઝાઇનની પ્રથમ ટ્રેન નવેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જશે. જરૂરી પરીક્ષણો અને પ્રમાણપત્ર પછી, તેને જાન્યુઆરી 2026 સુધીમાં સેવામાં મૂકવામાં આવશે, જેમ અહેવાલ છે.”

આ અકસ્માત પર શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું, "રેલ મંત્રી રીલ મંત્રી બની ગયા છે. છેલ્લા 2-3 વર્ષમાં ઘણા ભયાનક રેલ અકસ્માતો થયા છે, પરંતુ કોઈ જવાબદારી લેવા આગળ આવી રહ્યું નથી. આ સંપૂર્ણપણે રેલ વિભાગ અને રેલ મંત્રીની જવાબદારી છે." આદિત્ય ઠાકરેએ કહ્યું, "ભારતના લોકોએ ઘણી વખત તેમનું રાજીનામું માંગ્યું છે, પરંતુ તેઓ તેમના વલણ પર અડગ છે." સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલુ છે થાણે લોકલ અકસ્માત બાદ, શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે ઘાયલોને મળવા હૉસ્પિટલ પહોંચ્યા. તેમણે કહ્યું, "આજની ઘટના મુંબ્રા નજીક પીક અવર્સ દરમિયાન બની હતી. અકસ્માત સમયે અપ લોકલ અને ડાઉન બન્ને લોકલ ટ્રેનો નજીકથી પસાર થઈ રહી હતી. કમનસીબે, આ ઘટનામાં ચાર-પાંચ લોકોના મોત થયા છે. ઘાયલોમાંથી એકને કાલવા હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યારે ચાર અન્યને વધુ સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા."

train accident mumbai local train mumbai trains thane mumbra devendra fadnavis mumbai news AC Local