જાણો આજે મુંબઈ લોકલમાં ક્યાં ક્યાં છે બ્લોક

05 October, 2014 05:09 AM IST  | 

જાણો આજે મુંબઈ લોકલમાં ક્યાં ક્યાં છે બ્લોક





સેન્ટ્રલ અને હાર્બર લાઇનમાં આજે મેગા બ્લૉક રાખવામાં આવ્યો છે જેમાં સેન્ટ્રલ લાઇનમાં થાણે અને કલ્યાણ વચ્ચે ડાઉન સ્લો લાઇન પર સવારે ૧૧થી ૩.૨૦ વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે. બ્લૉક દરમ્યાન મુલુંડથી સવારે ૧૦.૩૯થી બપોરે ૩.૨૨ સુધી ઊપડતી અને થાણે અને ડોમ્બિવલી સ્ટેશન પર ઊભી રહેતી ડાઉન સ્લો અને સેમી ફાસ્ટ ટ્રેનો મુલુંડ અને કલ્યાણ વચ્ચે ડાઉન ફાસ્ટ ટ્રૅક પર વાળવામાં આવશે. કળવા, મુમ્બ્રા, દિવા, કોપર, અને ઠાકુર્લી સ્ટેશનો પર ડાઉન સ્લો ટ્રેનો ઊભી નહીં રહે.

CSTથી ૧૦.૦૮થી ૨.૪૦ સુધી ઊપડતી બધી ડાઉન ફાસ્ટ લાઇનની ટ્રેનો નિયમિત સ્ટેશનો ઉપરાંત ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડ સ્ટેશનો પર ઊભી રહેશે. થાણેથી ૧૦.૫૦થી ૩.૩૬ સુધી ઊપડતી બધી ફાસ્ટ લાઇનની ટ્રેનો નિયમિત સ્ટેશનો ઉપરાંત મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર અને કુર્લા સ્ટેશને ઊભી રહેશે.

નેરુળ-માનખુર્દ અપ અને ડાઉન હાર્બર લાઇન પર આજે સવારે ૧૧થી ૩ સુધી મેગા બ્લૉક રહેશે. આ બ્લૉક દરમ્યાન CSTથી ૧૦.૧૨થી ૨.૪૫ સુધી પનવેલ/બેલાપુર/વાશી તરફ જતી અને સવારે ૧૦.૨૦થી બપોરે ૩.૦૪ સુધી પનવેલ/બેલાપુર/વાશીથી CST જતી બધી ડાઉન હાર્બર લાઇન ટ્રેનો સંપૂર્ણપણે બંધ રહેશે.

બ્લૉક દરમ્યાન CST-માનખુર્દ અને થાણે-પનવેલ ટ્રાન્સહાર્બર લાઇન પર સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવેએ હાર્બર લાઇનના પ્રવાસીઓને સવારે ૧૦થી સાંજે ૪ સુધી ટ્રાન્સહાર્બરમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે.

વેસ્ટર્ન રેલવેમાં આજે સવારે ૧૦.૩૫થી બપોરે ૩.૩૫ સુધી અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર ટ્રૅક મેઇન્ટેનન્સ વર્ક, સિગ્નલો અને ઓવરહેડ ઇક્વિપમેન્ટ્સના કામ માટે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ફાસ્ટ લાઇન પર જમ્બો બ્લૉક રહેશે.

બ્લૉક દરમ્યાન ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બધી અપ અને ડાઉન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર વાળવામાં આવશે તો બ્લૉકને કારણે અમુક અપ અને ડાઉન લોકલ ટ્રેનો કૅન્સલ રહેશે.