Mumbai Local: એક દિવસમાં ત્રણ મોટા અકસ્માત, 3 રેલ પ્રવાસીઓએ ગુમાવ્યો જીવ

19 May, 2024 09:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મધ્ય રેલવેના ઉલ્લાસનગર અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે એક જ દિવસમાં અલગ અલગ ઘટનાઓમાં ત્રણ પ્રવાસીઓના જીવ ગયા છે.

ટ્રેન અકસ્માતની પ્રતીકાત્મક તસવીર

મુંબઈની `લાઈફલાઈન` લોકલ ટ્રેનમાંથી દરરોજ લાખો લોકો પ્રવાસ કરે છે, તેમાંથી કેટલાક લોકો દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાઓનો શિકાર બને છે. અનેક કેસમાં જોવામાં આવ્યું છે કે લોકલ ટ્રેનોમાં અત્યાધિક ભીડ હોવાને કારણે અનેક પ્રવાસીઓને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આ દરમિયાન મધ્ય રેલવેના ઉલ્લાસનગર અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે એક જ દિવસમાં અલગ અલગ ઘટનાઓમાં ત્રણ પ્રવાસીઓના જીવ ગયા છે.

શુક્રવારે સાંજે 7.45 વાગ્યે પદ્મનાભ પુજારી (55) ટ્રેનના દરવાજા પર ઊલ્હાસનગરમાં ઉતરવા માટે ઊભો હતો. જોકે, તે વિઠ્ઠલવાડી અને ઉલ્હાસનગર સ્ટેશનો વચ્ચે ટ્રેનમાંથી પડી ગઈ હતી. ઇજાગ્રસ્તને સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

અન્ય એક ઘટનામાં ભિવંડીનો રહેવાસી સુનીલ ચવ્હાણ (24) ટ્રેનના દરવાજા પાસે ઊભો રહીને મુસાફરી કરી રહ્યો હતો. દરમિયાન, ચવ્હાણ ઠાકુરલી અને ડોમ્બિવલી સ્ટેશનો વચ્ચે પડી ગયો હતો. તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

મુંબઈ લોકલ ટ્રેનની આ દુર્ઘટનામાં ત્રીજા મુસાફરનું મોત થયું હતું. શુક્રવારે સાંજે દિવા અને કોપર સ્ટેશનો વચ્ચે ટ્રેક પાર કરતી વખતે એક વ્યક્તિને ટ્રેનએ કચડી નાખ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સોમવારે સિગ્નલ ફેઇલ થવાને કારણે અહીં મધ્ય રેલવેના મુખ્ય કૉરિડોર પર લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ. અધિકારીઓએ આ માહિતી આપી.

મધ્ય રેલવેના એક પ્રવક્તાએ જણાવ્યું કે થાણેમાં બધી રેલવે લાઈનો પર ઉપનગરીય ક્ષેત્રોમાં સંચાલિત થતી ટ્રેન સેવાઓ સવારે 9.16 વાગ્યે કેટલીક ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે ખોરવાઈ ગઈ હતી.

પ્રવક્તાએ કહ્યું, "થાણેમાં બધી લાઈન્સ પર સિગ્નલ ફેલ થવાને કારણે કલ્યાણ (થાણેમાં) અને કુર્લા (મુંબઈમાં) વચ્ચે લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ."

પ્રવાસીઓ પ્રમાણે સમસ્યાને કારણે થાણે સ્ટેશનની બન્ને બાજુ ટ્રેનોની લાઈનો લાગી ગઈ.

મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે સવારે 10.15 વાગ્યે સિગ્નલ સિસ્ટમ ફરી ક્રિયાશીલ કરી દેવામાં આવી જેના પછી બધી લાઈન્સ પર ટ્રેનો સુચારૂ રૂપે શરૂ કરી થઈ ગઈ.

નોંધનીય છે કે 

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર પ્લૅટફૉર્મ નંબર બે પર રવિવારે હાર્બર લાઇનમાં ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો હતો, બરાબર એ જ જગ્યાએ ગઈ કાલે સાંજે ૪.૨૩ વાગ્યે ફરી પાછો એક ડબ્બો ડીરેલ થયો હતો. એને કારણે એની પાછળની ટ્રેનો અટકી ગઈ હતી. સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નિલાએ કહ્યું હતું કે મોટરમૅનનો ડબ્બો ખડી પડ્યો હતો એ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

એક ટ્રેન અટક્યા બાદ એની પાછળ બીજી ટ્રેનો અટકી ગઈ હતી. લાંબો સમય ટ્રેન અટકી જતાં પ્રવાસીઓ પાટા પર ઊતરીને CSMT પહોંચ્યા હતા. ખડી પડેલો ડબ્બો ફરી ટ્રૅક પર ગોઠવવા માટે મેઇન્ટેનન્સના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે કામ કર્યું હતું. જોકે પ્રવાસીઓએ વધુ હેરાન ન થવું પડે એ માટે CSMTના પ્લૅટફૉર્મ નંબર એક અને સેન્ટ્રલ લાઇન માટે વપરાતા પ્લૅટફૉર્મ નંબર ૩ પરથી હાર્બર લાઇનની પનવેલ માટેની ટ્રેનો છોડવામાં આવી હતી.

mumbai news mumbai local train train accident mumbai trains mumbai central railway ulhasnagar dombivli bhiwandi