લોકલમાં પોસ્ટરો લગાડીને એને બગાડતા ૨૫૮ લોકોની ધરપકડ

16 October, 2012 04:56 AM IST  | 

લોકલમાં પોસ્ટરો લગાડીને એને બગાડતા ૨૫૮ લોકોની ધરપકડ

નોકરી તેમ જ અન્ય સમસ્યાઓ ઉકેલવા માટેના દાવાઓ કરતી આવી જાહેરાતોએ ટ્રેનના ખૂણેખાંચરે તમામ જગ્યા પર કબજો જમાવ્યો હોય છે. આવાં પોસ્ટરો ચોંટાડવા માટે પોસ્ટરબાજો મોડી રાત્રે કે વહેલી સવારે લોકલમાં પ્રવેશે છે તેમ જ પોસ્ટરો લગાવીને નાસી જતા હોય છે. એવી જ રીતે તેઓ કારશેડમાં ઘૂસીને પોસ્ટરો લગાડતા હોવાની માહિતી પણ પોલીસને મળી હતી. વેસ્ટર્ન તથા સેન્ટ્રલ રેલવેના પોસ્ટરબાજો પાસેથી કુલ ૨,૬૫,૬૬૫ રૂપિયા દંડરૂપે પણ વસૂલ કરવામાં આવ્યા છે.