PK રોડની ફુટપાથોની કાયાપલટ થઈ રહી છે

25 March, 2015 09:22 AM IST  | 

PK રોડની ફુટપાથોની કાયાપલટ થઈ રહી છે



અંકિતા સરીપડિયા

આને કારણે નાગરિકોને જૂની-તૂટેલી ફુટપાથો અને એને કારણે થતી પડવા-વાગવાની સમસ્યાઓથી રાહત મળી છે. PK રોડ LBS માર્ગથી પણ જોડાયેલો હોવાને કારણે વાહનોની અને લોકોની અવરવજર વધુ રહે છે. તૂટેલા અને ઊખડી ગયેલા પેવર બ્લૉક્સને કારણે રાહદારીઓને ચાલવામાં અનેક સમસ્યાઓ થતી હતી અને તેઓ ઘણી વાર પડી જતા ઈજાગ્રસ્ત પણ થતા હતા. તૂટેલી ફુટપાથો સાથે ગટરોની પણ અનેક સમસ્યા હતી, પરંતુ હવે ફુટપાથો સાથે ગટરોનું પણ કામ થતાં સ્થાનિકો અને રાહદારીઓની સમસ્યાનો ઉકેલ આવ્યો છે એવું સ્થાનિક રહેવાસી કિંજલ વોરાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે ‘હાલમાં અહીંની મોટા ભાગની ફુટપાથોનું કામ થઈ ગયું છે, પરંતુ અમુક નાનાં-મોટાં કામ બાકી છે, જેને પગલે અહીંની નવી ફુટપાથો પર ક્યાંક પેવર બ્લૉક્સ પડેલા છે. એ કામ પૂરું થતાં જલદી જ હટાવવામાં એવી શક્યતા