ફોર્ટમાં બજાર ગેટપાસે ગંદા પાણીની સમસ્યાથી લોકોને હાલાકી

30 December, 2014 05:45 AM IST  | 

ફોર્ટમાં બજાર ગેટપાસે ગંદા પાણીની સમસ્યાથી લોકોને હાલાકી


મયૂર સચદે

આથી રોડ પર ચાલવા માટે લોકોને હાલાકી વેઠવી પડે છે. ખાસ કરીને રોડ પરથી પસાર થતી ગર્ભવતી મહિલાઓ, સિનિયર સિટિઝન અને બાળકોને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ફૂટપાથ પર રહેલા પાણીને કારણે લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકી રસ્તા પર ચાલવું પડે છે.

આ બાબતે માહિતી આપતાં સ્થાનિક દુકાનદાર જયેશ નંદુએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા માટે તો આ સમસ્યા માથાનો દુ:ખાવો બની ગઈ છે. દુકાનના દરવાજે ગંદું પાણી જોઈ ગ્રાહકો પણ અંદર આવતા નથી અને ધંધા પર અસર થાય છે. બિલ્ડિંગની તૂટેલી પાઇપલાઇનને કારણે ફૂટપાથ અને રોડ પર ગંદું પાણી ફેલાયેલું રહે છે અને એને કારણે મચ્છરોનું સામ્રાજ્ય પણ વધે છે. આની સામે સુધરાઈ કોઈ પ્રકારની કાર્યવાહી કરી રહી નથી અને આ વિસ્તાર મ્હાડાનો હોવાનું જણાવી મ્હાડા પર આ કામ ઢોળે છે. અમારે તો આ સમસ્યાના સમાધાનથી મતલબ છે પછી એ સુધરાઈ કરે કે મ્હાડા.’