અંધેરીમાં ચરસીઓએ બસ-સ્ટૉપને બનાવ્યું પોતાનું આશ્રયસ્થાન

27 December, 2014 06:30 AM IST  | 

અંધેરીમાં ચરસીઓએ બસ-સ્ટૉપને બનાવ્યું પોતાનું આશ્રયસ્થાન


ઉર્વી શાહ

હવે તો દિવસે ને દિવસે આવા લોકોનો ત્રાસ વધવા લાગ્યો છે. આ કારણે પ્રવાસ કરતા પ્રવાસીઓ પણ  બસ-સ્ટૉપ પર બેસવાનું ટાળે છે અને આવા શરાબી લોકો ખાલી બસ-સ્ટૉપ જોઈ આખો દિવસ અહીં જ પડ્યા રહે છે.આ બસ-સ્ટૉપ પરથી રોજ પ્રવાસ કરતી મહિલા મીનલ કટારિયાએ મિડ-ડે LOCALને આ બાબતે જણાવ્યું હતું કે ‘આ બસ-સ્ટૉપ પર કાં તો ભિખારી લોકો પડ્યા હોય અથવા શરાબી લોકો પડ્યાપાર્થયા રહેતા હોય છે. ખાલી પડેલું આ બસ-સ્ટૉપ આવા નશાખોર લોકો માટેનું એક આશ્રયસ્થાન બની ગયું છે. આખો દિવસ નશો કરીને ગમે એવી હાલતમાં સૂતેલા માણસોને કારણે લેડીઝની સેફટી બાબતે અનેક સવાલો ઊભા થાય છે.

આવા ચરસીઓ તથા નશાખોરોને કારણે લેડીઝ બસ-સ્ટૉપ પર બેસતાં પણ ગભરાય છે. પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે બસ-સ્ટૉપ છે નહીં કે ચરસી કે નશાખોર માટે.  આ માટે પ્રશાસને જરૂરી પગલાં ભરવાં જોઈએ, જેથી ભિખારી તથા શરાબી લોકોનો ત્રાસ દૂર થાય.’  આ બાબતે અન્ય એક પ્રવાસી મહેન્દ્ર સેજપાલે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘બસ-સ્ટૉપ પર ભિખારીઓ તથા નશાખોરો હંમેશાં સૂતા હોવાથી પ્રવાસીઓ બસ-સ્ટૉપ પર બેસી શકતા નથી. બસને આવવાનો ટાઇમ હોય ત્યારે બસ-સ્ટૉપની બહાર ઊભા રહેવું પડે છે. બસ-સ્ટૉપ પરથી ચરસી લોકોનો ત્રાસ કયારે દૂર થશે? ચરસી લોકોને અહીંથી ખસેડવા પ્રાશસન ક્યારે યોગ્ય પગલાં ભરશે?’