વિજ્ઞાન અને ગણિતનો સમન્વય કરતા એક્ઝિબિશનમાં મુલુંડ અને ભાંડુપના ૧૦૧ પ્રોજેક્ટ

17 December, 2014 07:14 AM IST  | 

વિજ્ઞાન અને ગણિતનો સમન્વય કરતા એક્ઝિબિશનમાં મુલુંડ અને ભાંડુપના ૧૦૧ પ્રોજેક્ટ




અંકિતા સરીપડિયા

વૉર્ડ લેવલના એક્ઝિબિશનમાં ઘરમાં એક્સરસાઇઝના વ્હીલમાંથી ઇલેક્ટ્રિસિટી કેવી રીતે પેદા થાય એ વિશેનો પ્રોજેક્ટ, ગ્રીન હાઉસ કેવી રીતે બનાવવું, હાઇડ્રોલિક સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, નકામી વસ્તુઓનો ઉપયોગ કરી ઘરમાં ઍર કુલર કેવી રીતે બનાવી શકાય, તળાવમાં વધી રહેલી ગંદકીને કારણે માછલીઓ મરી રહી છે, સ્વચ્છતા અભિયાનોમાં ભેગા થયેલા કચરામાંથી સૂકા અને ભીના કચરાને અલગ કરી એનો નિકાલ કરવો, ટ્રાન્સર્પોટ સિસ્ટમમાં સુધારા કરવા જેવા અનેક વિષયો પર આકર્ષક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા.

એક્ઝિબિશન વિશે વધુ માહિતી આપતાં મુલુંડની જ્ઞાનસરિતા સ્કૂલનાં પ્રિન્સિપાલ ઇલા રૂપારેલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘દર વર્ષે યોજાતા આ એક્ઝિબિશનમાં વિજ્ઞાન વિશેનું જ્ઞાન તો વિદ્યાર્થીઓને આપવામાં આવે જ છે સાથોસાથ લોકસંખ્યા શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણનો પણ સમાવેશ કરવામાં આવે છે. એથી આ વર્ષે આ બે વિષય પર પણ સ્કૂલો દ્વારા વધુ ભાર આપવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત વૉર્ડ-ઑફિસર આશાલતા પાટીલ અને ડૉ. પુંખરણકરે ખૂબ જ સહકાર આપ્યો હતો.’

જિલ્લા લેવલના એક્ઝિબિશનનું મુલુંડમાં આયોજન

વૉર્ડ લેવલના એક્ઝિબિશન બાદ આજથી ત્રણ દિવસ એટલે કે ૧૭, ૧૮ અને ૧૯ ડિસેમ્બર જિલ્લા (ડિસ્ટ્રિક્ટ) લેવલના એક્ઝિબિશનનું મુલુંડ-ઈસ્ટમાં આવેલી વામનરાવ મુરંજન ઇંગ્લિશ હાઈ સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુલુંડથી કુર્લાની સ્કૂલોના વૉર્ડ (T, M, S, R-વૉર્ડના) લેવલના એક્ઝિબિશનના વિજેતાઓ ભાગ લેશે.’