ગારોડિયાનગર બસ-સ્ટૉપ પાસે લટકતો કેબલ ક્યારેક દુર્ઘટના સરર્જે : છે કોઈને આની ચિંતા?

17 December, 2014 07:11 AM IST  | 

ગારોડિયાનગર બસ-સ્ટૉપ પાસે લટકતો કેબલ ક્યારેક દુર્ઘટના સરર્જે : છે કોઈને આની ચિંતા?

ગારોડિયાનગરના બસ-સ્ટૉપ પાસે આવો જ એક લટકતો કેબલ છે જે બે મહિનાથી વધુ સમયથી એ રીતે લટકે છે કે બસ પકડવા જનાર વ્યક્તિ સહેજપણ બેધ્યાન બને તો તેનું ગળું એ કેબલમાં ફસાઈ જાય અને તે વ્યક્તિ પડી જાય. આ બસ-સ્ટૉપ પરથી પુણે વિદ્યા ભવન હાઈ સ્કૂલનાં બાળકો બસ પકડવા ઊભાં રહે છે, જેઓ તેમની મસ્તીમાં જ હોય છે. આવી પરિસ્થિતિમાં પણ ગારોડિયાનગરના એક પણ સામાજિક કાર્યકરને આ લટકતા કેબલને હટાવવા માટેનાં પગલાં લેવામાં રસ દેખાતો નથી. શું તેઓ કોઈ દુર્ઘટના થાય એની રાહ જુએ છે?