મુંબઈમાં પણ તણખા ઝરશે

11 December, 2014 05:00 AM IST  | 

મુંબઈમાં પણ તણખા ઝરશે


સપના દેસાઈ

વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે દેશમાં ઠેકઠેકાણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રવિવારે ૧૪ ડિસેમ્બરે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પોગીતાનું શક્તિપ્રદર્શન કરવાની સાથે જ રામજન્મભૂમિ વિવાદ, ગૌરક્ષા અને ગૌહત્યા, મસ્જિદ પરથી ધ્વનિપ્રદૂષણ ફેલાવતાં સ્પીકરો હટાવવાની માગણી તથા ટીવી-ચૅનલો અને ફિલ્મોમાં થતું મહિલાઓનું ખરાબ ચિત્રણ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

BKCમાં ડાયમન્ડ માર્કેટ સામે આવેલા મેદાનમાં ૧૪ ડિસેમ્બરે થનારું વિરાટ હિન્દુ સંમેલન વિવાદસ્પદ બને એવી શક્યગીતા છે, કારણ કે આ સભામાં VHPના ઇન્ટરનૅશનલ વર્કિંગ પ્રેસિડન્ટ ડૉ. પ્રવીણ તોગડિયા, હાલમાં ‘શ્રીમદ ભગવદગીતા’ને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માગણી કરનારા VHPના અશોક સિંઘલથી લઈને લવ જેહાદ વિરુદ્ધ દેશભરમાં કૅમ્પેન ચલાવનારા ઉત્તર પ્રદેશના સંસદસભ્ય યોગી આદિત્યનાથ મહારાજ પણ હાજર રહેવાના છે ત્યારે આ સભામાં પણ ઉશ્કેરણીજનક ભાષણો થવાની શક્યગીતા જોવામાં આવી રહી છે.

BKCમાં થનારા વિરાટ હિન્દુ સંમેલન બાબતે VHPના રાષ્ટ્રીય મહામંત્રી વ્યંકટેશ આબદેવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કોઈ વિવાદ ઊભો કરવા નથી માગગીતા. અમે ‘હિન્દુ હમ સબ એક’ એ ભાવના સાથે VHPના સુવર્ણ જયંતી પ્રસંગની ઉજવણી કરી રહ્યા છીએ જેમાં ડિસેમ્બર ૨૦૧૪થી ફેબ્રુઆરી ૨૦૧૫ સુધીના સમયગાળા દરમ્યાન પ્રત્યેક જિલ્લાએ પાંચ મહાનગરોમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે એ મુજબ ૧૪ ડિસેમ્બરે અમારું પહેલું સંમેલન મુંબઈમાં યોજાઈ રહ્યું છે. એમાં મુંબઈ, થાણે, કોંકણ વિસ્તારમાંથી એક લાખથી પણ વધુ હિન્દુઓ પોગીતાની પારંપરિક વેશભૂષામાં સભામાં આવશે. સંમેલનમાં જૈન સાધુ, સિખ બંધુઓ અને બૌદ્ધ અનુયાયીઓ વગેરે હાજર રહેશે.’

સંમેલનના એજન્ડા બાબતે વ્યંકટેશ આબદેવે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ગૌરક્ષા અને ગૌહત્યા પર જલદીમાં જલદી પ્રતિબંધ મૂકવાના કાયદા પર રાષ્ટ્રપતિની મંજૂરી મળી જાય અને એનો કાયદો સરકાર બનતી ત્વરાએ મહારાષ્ટ્રમાં અમલમાં મૂકે એવી અમારી મુખ્ય માગણી છે, કારણ કે અમે વર્ષોથી જ ગૌરક્ષા માટે અને ગૌહત્યા સામે લડગીતા આવ્યા છીએ. એ સિવાય દિવસ-રાત ધ્વનિપ્રદૂષણ ફેલાવનારાં મસ્જિદો પર લગાવવામાં આવેલાં સ્પીકરો તરત હટાવી દેવાની તેમ જ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં, શિર્ડીના સાંઈબાબા મંદિરમાં, પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં, તુળજાભવાની મંદિરમાં ચઢાવામાં આવતી રકમનો ઉપયોગ હિન્દુઓના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંવર્ધન માટે કરવાની પણ અમારી માગણી છે.’