IIT-બૉમ્બેની આસ્થા અગ્રવાલને ફેસબુકે બે કરોડનું પૅકેજ આપ્યું

10 December, 2014 05:01 AM IST  | 

IIT-બૉમ્બેની આસ્થા અગ્રવાલને ફેસબુકે બે કરોડનું પૅકેજ આપ્યું


આસ્થા કમ્પ્યુટર સાયન્સના ચોથા વર્ષની સ્ટુડન્ટ છે. તેણે કૅલિફૉર્નિયામાં આવેલી ફેસબુકની ઑફિસમાં મે અને જૂન મહિનામાં ઇન્ટર્નશિપ પણ કરી છે અને એના પગલે આ ઑફર મળી છે.હાલમાં જયપુરમાં વેકેશન મનાવી રહેલી આસ્થાએ કહ્યું હતું કે હું એકદમ ખુશ અને એક્સાઇટેડ છું અને મારાં આઠ સેમેસ્ટર પૂરા થયા બાદ હું ફેસબુકના હેડક્વૉર્ટરમાં આવતા ઑક્ટોબરથી જૉઇન થઈશ.

આસ્થાના પપ્પા અશોક અગ્રવાલ રાજસ્થાન વિદ્યુત પ્રસારણ નિગમ લિમિટેડમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે અને મોટી બહેન કેમિકલ એન્જિનિયર છે. આસ્થા નૅશનલ ટૅલન્ટ સર્ચ પરીક્ષામાં રાજ્યમાં સાતમા ક્રમાંકે આવી હતી. ઇન્ટરનૅશનલ જુનિયર ઑલિમ્પિયાડમાં તેને સિલ્વર મેડલ મળ્યો હતો. ૨૦૦૯માં તેણે જુનિયર સાયન્સ ઇન્ટરનૅશનલ ઑલિમ્પિયાડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.