કાલબાદેવીમાં આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા

02 December, 2014 05:00 AM IST  | 

કાલબાદેવીમાં આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા



મયૂર સચદે

સાઉથ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા વધતી દેખાય છે જેના પર રોક લાવવામાં પ્રશાસન નાકામ છે એવું સ્થાનિક લોકોનું માનવું છે. કાલબાદેવીની પહેલી ક્રૉસ લેનમાં ટ્રાફિકની સમસ્યા હંમેશની થઈ ગઈ છે. સમય સાથે વધતી આ રામાયણથી સ્થાનિક લોકોએ હાલાકી વેઠવી પડે છે. રોડ પર આડેધડ વાહનો ઊભાં હોય છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ દુકાનોમાં આવેલા ગ્રાહકો કરતાં દુકાનદારોનાં પોતાનાં વાહનો રોડ પર ઊભાં હોવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી જ રહે છે.

આ બાબતે માહિતી આપતાં સ્થાનિક દુકાનદાર અશોક દમણિટ્યાએ મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘વષોર્થી આ સમસ્યા છે. મુંબાદેવીમાં નો પાર્કિંગ હોવાથી ત્યાંના વેપારીઓ અમારી દુકાન પાસે પોતાનાં વાહનો ઊભાં કરી દે છે જેને કારણે અમારે હાલાકી વેઠવી પડે છે. દુકાનની સામે ગાડીઓ ઊભી હોવાથી ગ્રાહકોને દુકાનમાં આવવામાં ખાસ્સી હેરાનગતિ થાય છે. ઍમ્બ્યુલન્સને ગલીમાં અંદર આવવું હોય તો એને પણ મુશ્કેલી પડે છે. ટેમ્પો, ટ્રક અને હાથગાડી એ રીતે ઊભાં હોય છે કે ગલીમાં અંદર આવવા કે બહાર જવા માટે જગ્યા જ બચતી નથી.’