મારિયાએ મલાડના બાર પર દરોડો પાડવા દક્ષિણ મુંબઈની પોલીસની મદદ લીધી

28 November, 2014 05:19 AM IST  | 

મારિયાએ મલાડના બાર પર દરોડો પાડવા દક્ષિણ મુંબઈની પોલીસની મદદ લીધી



મારિયાને માહિતી મળી હતી કે બારમાં અઘટિત વર્તન થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં દક્ષિણ મુંબઈના DCP સંદીપ કર્ણિકના નેતૃત્વ હેઠળ પાડવામાં આવેલા દરોડામાં ૧૦ બાર-બાળાઓ, એક વેઇટર અને બાર-મૅનેજરની ધરપકડ કરવામાં આવી હતી.

મારિયાએ મલાડ પોલીસ અને સમાજસેવા શાખા બન્નેની ઉપરવટ જઈ પોતાના ઑફિસરોને કડક સંદેશો આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મારિયાને પોતાને બાતમી મળી હતી કે મલાડ-વેસ્ટનો લ્ધ્ બાર મોડી રાત સુધી ખુલ્લો રહે છે અને બારમાં અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે. DCP કર્ણિકે ઝોન બેમાંથી બે ઇન્સ્પેક્ટર અને કૉન્સ્ટેબલોની મદદ લઈ રાત્રે ૧૧.૩૦ વાગ્યે આ દરોડો પાડ્યો હતો. ભારતીય દંડસંહિતાની કલમ ૨૯૪ હેઠળ કેસ નોંધી વધુ તપાસ માટે મલાડ પોલીસ-સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. મારિયાના આ પગલાથી પોલીસની સમાજસેવા શાખા અને મલાડ પોલીસના કામકાજ પર ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ભૂતકાળમાં પોતાની ફરજ અવગણતા પોલીસ-અધિકારીઓ સામે મારિયાએ કડક પગલાં લીધાં છે.