આ તે કેવું સ્વચ્છતા અભિયાન?

27 November, 2014 06:06 AM IST  | 

આ તે કેવું સ્વચ્છતા અભિયાન?

પ્રીતિ ખુમાણ ઠાકુર

સ્વચ્છ ભારત જોવા માટે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં સ્વચ્છ ભારત મિશન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન માટે ઘણાં શહેરોમાં લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળે છે. એ મુજબ મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં પણ સુધરાઈએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. જોકે એમ છતાં શહેરના કેટલાય વિસ્તારોમાં ગંદકી એમનેમ જ પ્રસરેલી હોય છે. એ વિશે સુધરાઈ ધ્યાન આપતી ન હોવાનો આક્ષેપ નાગરિકોએ કર્યો છે. સુધરાઈ આ અભિયાન પહેલાં કે અભિયાન શરૂ કર્યા બાદ પણ કચરો કે ગંદકીને દૂર કરવાની કોઈ તસ્દી નથી લઈ રહી. એથી શહેરની જનતા પૂછી રહી છે કે આ તે કેવું સ્વચ્છ ભારત મિશન? મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર ક્યારે પૂરેપૂરી રીતે સ્વચ્છ થશે એની રાહ નાગરિકો જોઈ રહ્યા છે. પોતાના વિસ્તારમાં રહેલા કચરાના ઢગલા અને ગંદકીથી ત્રસ્ત રહેવાસીઓએ મિડ-ડે LOCAL સાથે વાતચીત કરી હતી. મીરા રોડના હાટકેશ વિસ્તારના ગૌરવ સંકલ્પ નામના ૬ વિન્ગ ધરાવતા કૉમ્પ્લેક્સમાં રહેનારાઓ સાથે વાતચીત કરતાં તેમણે મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘અમારા કૉમ્પ્લેક્સ-પરિસરમાં કચરાનું સામþાજ્ય ખૂબ વધી ગયું છે. સુધરાઈ યોગ્ય સમયે કચરો ઉપાડવા આવતી ન હોવાથી અમને ભારે દુર્ગંધથી ત્રાસ થાય છે. હવે તો આસપાસના લોકો પણ અહીં કચરો ઠાલવી જાય છે અને ઘણી વખત તો સુધરાઈના કર્મચારીઓ જ અહીં કચરો નાખી જાય છે. એને લીધે પરિસરમાં મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો અને એ કચરમાં ઉંદરની સાથોસાથ ક્યારેક સાપ પણ જોવા મળે છે.’

ભાઈંદર-ઈસ્ટમાં કારખાનું ધરાવતા અને ગંદકીથી કંટાળેલા વિપુલ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈએ ક્યારેય અહીં આવીને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારની હાલત જોઈ નથી. ઘણી વખત તો અનેક દિવસો સુધી કચરો ઉપાડાતો ન હોવાથી કારખાનામાલિકો પોતાના ખર્ચે કચરો ઉપાડાવે છે. સુધરાઈ જો દરરોજ યોગ્ય રીતે કચરો ઉપાડતી હોય તો અમારે તકલીફ ન વેઠવી પડે. સુધરાઈના સત્તાવાળાઓ એવી સિસ્ટમ રાખે કે લોકો એ વિશે ફરિયાદ કરી શકે અને લોકોની ફરિયાદ પર ધ્યાન આપવામાં ન આવે તો સંબંધિત અધિકારીને પણ પનિશમેન્ટ આપવામાં આવે. આવી કોઈ સિસ્ટમ હોવી જોઈએ.’

‘નાલોસાપારા-ઈસ્ટમાં અગ્રવાલ સર્કલ પાસેના વસંતનગરી લિન્ક રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા રહેવાસીઓએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અધાર઼્ગી પાર્વતી અપાર્ટમેન્ટ અને એની આસપાસની સોસાયટી પાસે મુખ્ય રસ્તા પર કચરાનું સામþાજ્ય છે. ગટરના પાણીમાં કચરો પડ્યો રહેતો હોવાથી મચ્છરનો અસહ્ય ત્રાસ છે. સોસાયટીની અંદરથી કચરો લેવામાં આવે છે, પણ મુખ્ય રસ્તા પરથી લેવામાં આવતો ન હોવાથી અને ત્યાં સફાઈ કરવામાં આવતી ન હોવાથી દુર્ગંધ પ્રસરી છે. મોદીજીએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે ત્યારે નેતાઓ, સુધરાઈના અધિકારીઓ ઝાડુ લઈને રસ્તા પર ઊતરે છે તેમ જ ઇલેક્શન આવે ત્યારે પણ રસ્તા પર ઊતરે છે અને ફક્ત દેખાવો કરીને જતા રહે છે. ત્યાર બાદ કોઈ પૂછવા કે જોવા આવતું નથી અને અમારા વિસ્તારમાં તો એ પણ જોવા નથી મળી રહ્યું.’

વિરાર-ઈસ્ટના એક રહેવાસીએ જણાવ્યું હતું કે ‘તમે ફક્ત એક વાર વસઈ-વિરાર સુધરાઈના સ્ટેશન પાસે આવેલા કાર્યાલયના પરિસરમાં નજર નાખો તો સ્વચ્છતા અભિયાન કેમ ચાલી રહ્યું છે એ દેખાઈ આવશે. સુધરાઈની કચરા ઉપાડવાની ગાડીઓ પાસે જ કચરાના ઢગલા જોવા મળે છે. પરિસરમાં શાકભાજી વેચતી બાઈઓ એટલી ગંદકી કરતી હોય છે કે ન પૂછો વાત. કાર્યાલય પાસેથી પસાર થવું એટલે માથાનો દુખાવો થઈ જાય છે અને અમને તો નવાઈ લાગે છે કે સુધરાઈના કાર્યાલય સામે આ રીતે કેમ ગંદકીનું સામþાજ્ય પ્રસર્યું છે?’