અંધેરી સ્ટેશન પાસે રસ્તાની વચ્ચે પડેલા પેવર બ્લૉક્સને કારણે પ્રવાસીઓ પરેશાન

15 November, 2014 06:00 AM IST  | 

અંધેરી સ્ટેશન પાસે રસ્તાની વચ્ચે પડેલા પેવર બ્લૉક્સને કારણે પ્રવાસીઓ પરેશાન


ઉર્વી શાહ

આ બાબતે રેલવે-સ્ટેશન પાસે ફૂડ-સ્ટૉલ ચલાવતા એક ભાઈએ નામ ન છાપવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રસ્તાની વચ્ચે પડેલા પેવર બ્લૉક્સને લીધે સિનિયર સિટિઝનોને અહીંથી પસાર થતાં વધુ પરેશાની થાય છે. સાંજના સમયે અહીં પ્રવાસીઓની ભીડ હોય છે ત્યારે ક્યારેક ધક્કામુક્કીમાં પડી જવાના ચાન્સિસ પણ રહે છે. વચ્ચે કેટલાક પેવર બ્લૉક્સ નીકળી ગયા હોવાથી રસ્તા પણ પાણી ઢોળાતાં રસ્તો કીચડવાળો થાય છે અને એથી પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થાય છે. આ પેવર બ્લૉક્સ ઘણા સમયથી આમ જ વચ્ચે પડી રહ્યા છે. પ્રશાસન જાગે અને રસ્તા વચ્ચે પડેલા આ પેવર બ્લૉક્સને ઉપાડી લઈ એની જગ્યાએ નવા પેવર બ્લૉક્સ મૂકી રસ્તાને સમથળ બનાવે જેથી પ્રવાસીઓને અહીંથી પસાર થતાં રાહત થાય.’