ટ્રેનો માટેની મોબાઇલ ઍપ મહિલાઓ માટે ઇમર્જન્સી બટન બનશે

07 November, 2014 05:42 AM IST  | 

ટ્રેનો માટેની મોબાઇલ ઍપ મહિલાઓ માટે ઇમર્જન્સી બટન બનશે


રેલવે તંત્રે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને મોબાઇલ ઍપ્લિકેશનના ડેવલપર્સ સાથે મળીને પહેલી વખત આવું વિશિષ્ટ પ્રકારનું સલામતીનું પગલું લીધું છે. એક અઠવાડિયામાં આ સેવા વેસ્ટર્ન રેલવે શરૂ કરશે. એના દ્વારા મુશ્કેલીમાં મુકાયેલી મહિલા આ ઍપ્લિકેશનનું બટન દબાવે એ સાથે જ તેના ડબ્બાની પોઝિશન RPFના કન્ટ્રોલ રૂમમાં જવાનની સામેના સ્ક્રીન પર ઝળકશે અને એ નોંધીને પોલીસ-જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચશે. આ સિસ્ટમ ઑનલાઇન અને ઑફલાઇન એમ બન્ને પદ્ધતિએ ચાલશે એમ એક રેલવે-અધિકારીઓએ જણાવ્યું હતું.