વેસ્ટર્નમાં આજે સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે જમ્બો બ્લૉક, સેન્ટ્રલ ને હાર્બરમાં મેગા બ્લૉક

09 November, 2014 05:16 AM IST  | 

વેસ્ટર્નમાં આજે સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે જમ્બો બ્લૉક, સેન્ટ્રલ ને હાર્બરમાં મેગા બ્લૉક




બ્લૉક દરમ્યાન સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે અપ અને ડાઉન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે. ૧૨ ડબ્બાની બધી અપ અને ડાઉન લોકલ વિલે પાર્લે પ્લૅટફૉર્મ નંબર ૩/૪ પર ડબલ હૉલ્ટ કરશે. બ્લૉક દરમ્યાન અમુક સબર્બન ટ્રેનો રદ રહેશે.

સેન્ટ્રલ રેલવેમાં આજે કલ્યાણ-થાણે વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર સવારે ૧૧થી ૩.૩૦ વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે. સવારે ૧૦.૩૩થી ૩.૩૩ વાગ્યા સુધી કલ્યાણથી ઊપડતી અપ ફાસ્ટ ટ્રેનો કલ્યાણ અને થાણે વચ્ચે અપ સ્લો ટ્રૅક પર વાળવામાં આવશે. કલ્યાણ અને થાણે વચ્ચે આ ટ્રેનો દરેક સ્ટૉપ પર ઊભી રહેશે. ત્યાર બાદ થાણે-CST વચ્ચે આ ટ્રેનોને પાછી અપ ફાસ્ટ ટ્રૅક પર વાળવામાં આવશે. થાણે-CST વચ્ચે આ ટ્રેનો મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા, દાદર અને ભાયખલા સ્ટેશને ઊભી રહેશે.

CSTથી સવારે ૧૦.૦૮થી ૨.૪૦ વાગ્યા દરમ્યાન ઊપડતી ડાઉન ફાસ્ટ ટ્રેનો પોતાનાં નિયમિત સ્ટૉપ્સ ઉપરાંત ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડ સ્ટેશને ઊભી રહેશે.

ટ્રેન-નંબર ૫૦૧૦૪ રત્નાગિરિ-દાદર પૅસેન્જર દિવા સ્ટેશન પર થોભાવવામાં આવશે અને ટ્રેન-નંબર ૫૦૧૦૩ આજે દિવા સ્ટેશન પરથી ઊપડશે.

આજે કુર્લા-વાશી અપ અને ડાઉન હાર્બર લાઇન પર સવારે ૧૧.૦૦થી ૩.૦૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે.

CSTથી સવારે ૧૦.૨૩થી ૩.૦૧ વાગ્યા સુધી પનવેલ/બેલાપુર/વાશી તરફ જતી ડાઉન હાર્બર લાઇન ટ્રેનો અને સવારે ૧૦.૨૦થી ૩.૦૪ વાગ્યા સુધી પનવેલ/બેલાપુર/વાશીથી CST જતી અપ હાર્બર લાઇન ટ્રેનો રદ રહેશે.

બ્લૉક દરમ્યાન CST-કુર્લા અને વાશી-પનવેલ સેક્શન વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે.

રેલવેએ હાર્બર લાઇનના પ્રવાસીઓને સવારે ૧૦થી સાંજે ૪ વાગ્યા સુધી ટ્રાન્સ-હાર્બર/મેઇન લાઇનમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે.