આગામી 3-4 દિવસમાં મુંબઇમાં જબરજસ્ત વરસાદ, IMDએ જાહેર કર્યું યેલો અલર્ટ

17 June, 2021 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જૂનમાં આ પ્રકારના વરસાદનો પહેલો રેકૉર્ડ છે. જૂનમાં એવરેજ 505 મિમી વરસાદ પડે છે. પણ આ વખતે માત્ર 15 દિવસમાં 726 મિમી વરસાદ રેકૉર્ડ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

બુધવારે સવારે સાડા આઠ વાગ્યા સુધી શહેરમાં કપલ 726 મિમી વરસાદ થયો. જૂનમાં આ પ્રકારના વરસાદનો પહેલો રેકૉર્ડ છે. જૂનમાં એવરેજ 505 મિમી વરસાદ પડે છે. પણ આ વખતે માત્ર 15 દિવસમાં 726 મિમી વરસાદ રેકૉર્ડ થયો છે.

હવામાન વિભાગ IMDએ મુંબઇમાં આજે અને આવતી કાલે મૂશળધાર વરસાદ પડવાનો અંદેશો જણાવ્યો છે. ગુરુવારે સવારે પણ ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો. બુધવારે IMD પ્રમાણે, સાંતાક્રૂઝમાં 9 કલામાં 23.8 મિમી અને કોલાબામાં 98.6 મિમી વરસાદ થયો.

બુધવારે શહેરના અન્ય ઉપનગરોમાં પણ વરસાદ પડ્યો. બુધવારે સવારે શહેરમાં વરસાદ શરૂ થઈ ગયો. એવું દ્રશ્ય ગુરુવારે પણ જોવા મળ્યું. 3-4 દિવસમાં વરસાદની શક્યતા છે.

આઇએમડીએ 17 જૂનથી 19 જૂન સુધી મુંબઇ માટે યેલો અલર્ટ જાહેર કરી દીધું છે. IMDએ વિભિન્ન સ્થળે વરસાદની શક્યતા દર્શાવી છે. ત્યાર પછી 20 જૂનના સામાન્ય વરસાદની શક્યતા છે. જો કે, સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે.

સ્કાઇમેટે પણ કહ્યું કે, આગામી બેથી ત્રણ દિવસ મુંબઇમાં રવિવાર અને સોમવારની તુલનામાં વરસાદ વધશે. હાલ દક્ષિણ કોંકણમાં બનેલા વાદળાઓની બેસિન સ્થિતિની ઉત્તર તરફ શિફ્ટ થવાની શક્યતા છે.

સ્કાઇમેટના ઉપાધ્યક્ષ મહેશ પલાવતે કહ્યું કે, મુંબઇમાં વરસાદ વધી શકે છે.

બુધવારે સાડા આઠ વાગ્યા સુધી શહેરમાં કુલ 726 મિમી વરસાદ પડ્યો. જૂનમાં આ પ્રકારના વરસાદનો પહેલો રેકૉર્ડ છે. જૂનમાં એવરેજ 505 મિમી વરસાદ પડે છે. પણ આ વખતે માત્ર 15 દિવસમાં 726 મિમી વરસાદ રેકૉર્ડ થયો છે.

નોંધનીય છે કે શનિવાર સુધી વિદર્ભના અનેક ભાગમાં વીજળી સાથે છાંટા પડવાની શક્યતા છે. શનિવાર સુધી ભંડારા, ચંદ્રપુર, ગઢચિરૌલી, નાગપુર, વર્ધા, યવતમાલમાં આ પ્રકારનો વરસાદ આવી શકે છે. અકોલા, અમરાવતી અને બુલદાનામાં ગુરુવારે વીજળી સાથે છાંટા પડવાની શક્યતા છે, ત્યાર બાદ સામાન્ય અને મધ્યમ વરસાદ આવી શકે છે.

Mumbai mumbai news mumbai rains