મુંબઈ : આવનારા દિવસોમાં ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા

13 January, 2021 06:18 AM IST  |  Mumbai

મુંબઈ : આવનારા દિવસોમાં ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈગરાઓને ઠંડીની મોસમમાં પણ ઉનાળાની મોસમનો અનુભવ થઈ રહ્યો છે. સોમ-મંગળવારે તડકો આવતાં બપોરના બહાર નીકળતાં લાગે કે જાણે ગરમીની મોસમ વહેલી આવી ગઈ હોય. સામાન્ય રીતે ૧૪ જાન્યુઆરી પછી ઠંડી થોડી ઓછી થતી હોય છે, પરંતુ આ વર્ષે તો લાગે છે કે ઠંડી મહેમાનની જેમ આવીને જતી રહી હોય. સોમવારે એક દાયકામાં એનું સૌથી લઘુતમ તાપમાન નોંધાયું હતું. મંગળવારે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ હતું.

પ્રાઇવેટ વેધર એજન્સી સ્કાયમેટના વૈજ્ઞાનિક મહેશ પાલાવતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવનારા દિવસોમાં મુંબઈમાં બહુ વધારે ઠંડી વધશે નહીં. થોડો ફરક પડશે. નૉર્થ-ઈસ્ટ તરફથી આવતા ઠંડા પવનોને કારણે ટેમ્પરેચરમાં થોડો ફરક આવશે જેથી મુંબઈ તેમ જ આસપાસના વિસ્તારોમાં સામાન્ય ઠંડક અનુભવાશે પણ વધારે નહીં.’

mumbai mumbai news mumbai weather