મુંબઈ : ફી વસૂલવા દો, નહીં તો સ્કૂલોને તાળાં લાગશે

05 March, 2021 07:32 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ : ફી વસૂલવા દો, નહીં તો સ્કૂલોને તાળાં લાગશે

મેસ્ટાના પ્રમુખ સંજયરાવ તાયડે પાટીલ ગઈ કાલે સ્કૂલ શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડને મેમોરેન્ડમ સુપરત કર્યા બાદ તેમની સાથે ચર્ચા કરી રહ્યા હતા.

સ્કૂલ-ફીનો મુદ્દો ઠંડો પડવાનું નામ નથી લઈ રહ્યો. હવે પ્રાઇવેટ સ્કૂલના મૅનેજમેન્ટે બે મહિનામાં તેમની માગણીઓ પર ધ્યાન નહીં અપાય તો વિરોધ મોરચો કાઢવાની ચીમકી આપી છે. મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાનોને ફીની ચુકવણી ન કરી શકતા વિદ્યાર્થીઓ સામે પગલાં ન લેવાની સૂચના આપી છે. જોકે સ્કૂલ મૅનેજમેન્ટનું કહેવું છે કે તેમની આવકના મૂળ સ્રોત ફી વિના તેઓ લાંબો સમય ટકી શકશે નહીં.

મહારાષ્ટ્ર ઇંગ્લિશ સ્કૂલ ટીચર્સ અસોસિએશન (મેસ્ટા) અને મહારાષ્ટ્ર ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટીઝ અસોસિએશન (મેસ્ટા)એ શિક્ષણ ખાતાનાં પ્રધાન વર્ષા ગાયકવાડને એક આવેદનપત્ર સોંપ્યું છે, જેમાં તેમણે પોતાની માગણીઓ લખી છે જેમાં તેમણે ૬ લાખ શિક્ષકોની તથા ૧.૫ લાખ સપોર્ટ-સ્ટાફની દુર્દશા વર્ણવી છે.

મેસ્ટાએ જણાવ્યું કે સ્કૂલોની આર્થિક સ્થિતિ ખૂબ કથળી ગઈ છે અને સ્કૂલો ચાલુ રાખવા અમને તાત્કાલિક નાણાકીય સહાયની આવશ્યકતા છે. હવે કોઈ પણ પ્રકારની નાણાકીય સમસ્યા ભારે પડી શકે છે અને શાળાઓ હંગામી ધોરણે કે પછી હંમેશ માટે બંધ થઈ શકે છે.

મેસ્ટાના પ્રમુખ સંજયરાવ તાયડે પાટીલે કહ્યું કે મહામારીમાં પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને અમે ઘણી રાહત આપી છે, પરંતુ નાણાકીય તકલીફ ન વેઠી રહેલા અનેક વાલીઓ એનો ગેરફાયદો ઉઠાવે છે.

mumbai mumbai news pallavi smart