મુંબઈ: સ્ટાર્ટિંગ પૉઇન્ટથી વીસ ટકા બસ ખાલી રાખો

25 June, 2020 11:29 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: સ્ટાર્ટિંગ પૉઇન્ટથી વીસ ટકા બસ ખાલી રાખો

દાદર ટીટીમાં બસમાં જગ્યા ન હોવાથી મુસાફરોને ના પાડતો કન્ડક્ટર. ફાઇલ ફોટોગ્રાફ : તસવીર સુરેશ કરકેરા

કોવિડ-19ની મહામારી વચ્ચે સામાન્ય જનજીવન શરૂ કરવાના ભાગરૂપે બેસ્ટએ એના પ્રોટોકૉલમાં વધુ એકનો ઉમેરો કર્યો છે. બેસ્ટએ એના સ્ટાફને પ્રારંભિક સ્ટૉપ પર બસ ૨૦ ટકા જેટલી ખાલી રાખવાની સૂચના આપી છે જેથી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં આગળના સ્ટૉપ પરથી પણ ઉતારુઓ બસમાં પ્રવેશ કરી શકે. ટ્રેન-સર્વિસની અનુપસ્થિતિમાં મુંબઈની લાઇફલાઇન બનેલી બેસ્ટની બસમાં જગ્યા મેળવવા માટે તેમ જ બસ ચૂકી ન જવાય એટલે લોકો એના પ્રથમ સ્ટૉપ પર પહોંચી બસ પકડતા હતા. આ સ્થિતિમાં અન્ય સ્ટૉપના મુસાફરો રહી ન જાય એ માટે બેસ્ટના ઉપક્રમે ઉપરોક્ત નિર્ણય લીધો હતો.

રાજ્ય સરકારના ‘મિશન બિગિન અગેઇન’ પ્રોગ્રામના ભાગરૂપે બેસ્ટ દ્વારા આવશ્યક સેવા કર્મચારીઓ માટે શહેરમાં ૮૨ રૂટ પર ૨૧૩૨ બસો શરૂ કરવામાં આવી હતી. શહેરમાં ફીડર રૂટ સહિતના અન્ય રૂટો પર 600 જેટલી સમર્પિત બસો શરૂ કરવામાં આવી હતી.

બૉક્સ – ડ્રાઇવર-કન્ડક્ટર સસ્પેન્ડ કરાયા

ગઈ કાલે ટ્રેડ યુનિયનોએ બેસ્ટ દ્વારા ફરજ પર ગેરહાજર રહેનારા ડ્રાઇવર્સ અને કન્ડક્ટર્સને સસ્પેન્ડ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી એની સામે પોતાનો વિરોધ નોંધાવતાં પક્ષપાતનો આક્ષેપ કર્યો હતો. યુનિયનના નેતા જગનારાયણ કાહરે જણાવ્યું હતું કે શિવસેનાના હોદ્દેદારો અને અન્યોને દંડ કરવામાં પણ બેસ્ટએ બેવડું ધોરણ અપનાવ્યું છે. જોકે બેસ્ટના અધિકારીઓએ આ આરોપોને રદિયો આપતાં કહ્યું હતું કે બેસ્ટએ આ કર્મચારીઓને નોટિસ પાઠવી હતી તેમ જ ચેતવણી પણ આપી હતી. છતાં તેઓ ફરજ પર હાજર રહ્યા નહોતા.

ઓલા ઑટો સલામત

ઓલાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ફરજિયાત ધૂમ્રપાનથી ડ્રાઇવરો અને મુસાફરો વચ્ચે શારીરિક અલગતા સુનિશ્ચિત કરવા માટે તમામ ઓલા ઑટોને રક્ષણાત્મક સ્ક્રીન લગાવવામાં આવી છે. મુંબઈમાં ઓલા ઑટોને હાલની આવશ્યક સેવાઓ માટે જ મંજૂરી આપવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે ઓલા ઑટોએ સવારી પહેલાં ડ્રાઇવર-પાર્ટનર્સ અને મુસાફરોને ફરજિયાતપણે માસ્ક પહેરવા, ડ્રાઇવર-પાર્ટનર્સ માટે નિયમિત સ્વાસ્થ્ય તપાસ અને પ્રત્યેક સવારી પહેલાં વાહનના ખુલ્લા ભાગોના સૅનિટેશનની સગવડ કરવામાં આવી છે. બધા ઓલા ઑટો-ડ્રાઇવરો માસ્ક, સૅનિટાઇઝર્સ અને સફાઈ ઉપકરણો ધરાવતી સ્વચ્છતા કિટથી સજ્જ છે. બધા ઑટોને અઠવાડિયામાં ત્રણ વાર સ્વચ્છ કરવામાં આવે છે અને જો કોઈ પણ પાર્ટી માર્ગદર્શિકાનું પાલન ન કરે તો બન્ને પક્ષને સવારી રદ કરવાની મંજૂરી આપતી નીતિ રજૂ કરવામાં આવી છે.

મુક્તપણે ટૅક્સી ચલાવવા દેવા કાળી-પીળી ટૅક્સીના ચાલકોની માગણી

મુંબઈના કાળી-પીળી ટૅક્સી અને ઑટો-ડ્રાઇવર્સ અસોસિએશને દોઢ લાખ કરતાં વધુ ટૅક્સીચાલકો અને ત્રણ લાખ કરતાં વધુ ઑટો-ડ્રાઇવર્સ વતીથી સરકારને 31 મેના મુસાફરોની સંખ્યાને મર્યાદિત કરવાના તેમના આદેશને પાછો ખેંચવા વિનંતી કરી હતી. તેમણે પૅસેન્જરની સંખ્યા પર મર્યાદા લાગુ કરી હોવાથી તેમના ધંધા પર અસર પડી શકે છે. ટૅક્સી અને રિક્ષાચાલકો છેલ્લા ત્રણ-સાડાત્રણ મહિનાથી નાણાકીય સમસ્યાઓ વેઠી રહ્યા છે. તેમના પરિવારજનો ભૂખમરો વેઠી રહ્યા છે. આવા સમયમાં રાજ્ય સરકાર તરફથી પણ તેમને કોઈ નાણાકીય સહાય સાંપડી નથી.

lockdown coronavirus ola brihanmumbai electricity supply and transport mumbai mumbai news rajendra aklekar