મુંબઈ: કસ્તુરબા હૉસ્પિટલના અનુભવથી ટેનિસ પ્લેયર ભાવિકા ગુંડેચા નારાજ

18 March, 2020 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ: કસ્તુરબા હૉસ્પિટલના અનુભવથી ટેનિસ પ્લેયર ભાવિકા ગુંડેચા નારાજ

ભાવિકા ગુંડેચા

નૅશનલ લેવલ પર ૨૫૦મો ક્રમ ધરાવતી ટેનિસ પ્લેયર ભાવિકા ગુંડેચાને કસ્તુરબા હૉસ્પિટલનો અનુભવ બહુ સારો નહોતો રહ્યો. ભાવિકા ટ્રેઇનિંગ માટે સ્પેન ગઈ હતી. મૂળ ૨૫ દિવસની ટ્રેઇનિંગ વહેલી જ બંધ કરી દેવાતાં તે ૧૫ જ દિવસની ટ્રેઇનિંગ લઈને ભારત પાછી ફરી હતી. સોમવારે મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થયેલી ભાવિકાને પહેલાં સેવન હિલ હૉસ્પિટલ અને ત્યાર બાદ કસ્તુરબા હૉસ્પિટલ લઈ જવાઈ હતી. કસ્તુરબા હૉસ્પિટલમાં સવારથી લાઇનમાં ઊભેલી ભાવિકાનો છેક સાંજે નંબર આવ્યો હતો. ત્યાર બાદ તેને એક વૉર્ડમાં રખાઈ હતી જેમાં બેડ પર લાલ કીડીઓ હોવાનું તેણે જણાવ્યું હતું. એ પછી તેમના જ વૉર્ડમાં એક કોરોના વાઇરસથી સંક્રમિત દરદીને રાખવામાં આવતાં ભાવિકાએ તેનો વિરોધ કરી તેને અલગ રાખવા કહ્યું હતું. બહુ માથાઝીંક કર્યા બાદ તે દરદીને બીજા વૉર્ડમાં લઈ જવાયો હતો. બીજા દિવસે ભાવિકાનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેણે રાહત અનુભવી હતી. જોકે તેણે હૉસ્પિટલમાંની ગંદકી અને અન્ય બાબતોનો ઉલ્લેખ કરી પોતાની નારાજગી દર્શાવી હતી.

mumbai mumbai news coronavirus