મુંબઈઃમીરા રોડના પત્રકારની બૉડી ભિવંડી નજીકના એક બ્રિજ નીચેથી મળી આવી

18 March, 2019 01:21 PM IST  |  મુંબઈ

મુંબઈઃમીરા રોડના પત્રકારની બૉડી ભિવંડી નજીકના એક બ્રિજ નીચેથી મળી આવી

નીત્યાનંદ પાંડે

ડાયરેક્ટ મેઇલ મૅગેઝિન ‘ઇન્ડિયા અનબાઉન્ડ’ના ગ્રુપ એડિટર નિત્યાનંદ પાંડેની બૉડી ભિવંડી તાલુકાના શારભાઉ બ્રિજની નીચેથી શનિવારે મળી આવી હતી. ઍડિશનલ એસપી થાણે (રૂરલ)એ જણાવ્યું હતું કે પત્રકાર નિત્યાંનદ પાંડેની હત્યા કરવામાં આવી છે. તેઓ ૧૫ માર્ચથી મિસિંગ હતા. મિસિંગની ફરિયાદ કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં ૧૬ માર્ચે કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ મામલામાં બેથી ત્રણ શંકમદોની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે.

મીરા રોડ રેલવે-સ્ટેશન નજીક શાંતિનગરમાં સેક્ટર એકમાં ઑફિસ ધરાવતા નિત્યાંનદ પાંડે શુક્રવાર સાંજે સાત વાગ્યાની આસપાસ તેમની ઑફિસમાં કામ કરતી યુવતી સાથે ઍક રિક્ષામાં નીકYયા હતા. નિત્યાંનદ પાંડે પાસે બે મોંઘી કાર છે, પરંતુ એ દિવસે એક કાર બગડી ગઈ હતી અને બીજી કારનો ડ્રાઇવર હાજર નહોતો એટલે તે ઑટોમાં જઈ રહ્યા હતા. એ સમયે નિત્યાંનદ પાંડેની મોબાઇલ પર કોઈની સાથે વાતચીત ચાલી રહી હતી અને એ વાતચીત ઉગ્ર બોલાચાલીમાં થઈ રહી હતી. રિક્ષા કાશીમીરા હાઇવે પાસે આવેલી સાંઈ હોટેલ પાસે રોકી દીધા બાદ પાંડેએ તેમની સાથેની સ્ટાફરને એ જ રિક્ષામાં પાછી ઑફિસે મોકલી દીધી હતી. ત્યાર બાદ નિત્યાંનદ પાંડેનો કોઈ મેસેજ નહોતો. સ્ટાફ મીરા રોડની ઑફિસથી સમય થતાં નીકળી ગયો હતો, પરંતુ શનિવારે સવાર સુધી નિત્યાનંદ પાંડે મીરા રોડના પૂનમ સાગર કૉમ્પ્લેક્સમાંના તેમના ઘરે આવ્યા નહોતા. ઘરના સભ્યોને એમ કે કોઈ કામ માટે તે ઑફિસમાં રોકાયા હશે એટલે તેમણે રાતભર કોઇ પૂછપરછ કરી નહોતી. જોકે શનિવારે સવારે તપાસ કરતાં તે ઑફિસમાંં પણ નહોતા એટલે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બપોર સુધી શોધખોળ કર્યા બાદ કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મુંબઈઃ આજે કરો ચીની માલની હોળીઃCAIT

આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બેથી ત્રણ શકંમદોની અટક કરી હોવાનું જાણવા મYયું છે. આ કેસનો મુખ્ય આરોપી પોલીસની હાથવેંતમાં છે. આજે આ મામલે પોલીસ પ્રેસ-કૉન્ફરન્સ કરી વધુ વિગતો જાહેર કરશે.

mumbai news