સિનિયર સિટિઝનો રસી લઈને કોરોના સામેની લડાઈમાં સાથ આપે : શરદ પવાર

02 March, 2021 08:22 AM IST  |  Mumbai | Mid-day Correspondent

સિનિયર સિટિઝનો રસી લઈને કોરોના સામેની લડાઈમાં સાથ આપે : શરદ પવાર

શરદ પવાર

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવારે ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે જે. જે. હૉસ્પિટલમાં કોરોનાની વૅક્સિન લીધી હતી. શરદ પવારે વૅક્સિન લીધા બાદ કહ્યું હતું કે ‘મેં આજે મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં વૅક્સિન લીધી છે. આજથી ત્રીજા તબક્કામાં વૅક્સિન આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. સિનિયર સિટિઝનોએ વહેલામાં વહેલી તકે વૅક્સિન લઈને કોરોના સામેની લડાઈમાં તેમનો સહભાગ નોંધાવવો જોઈએ.’

શરદ પવારની સાથે તેમનાં પત્ની અને ૫૧ વર્ષની પુત્રી સુપ્રિયા સુળેએ પણ વૅક્સિન લીધી હતી. સુપ્રિયા કો-મોર્બિડિટી ધરાવતાં હોવાથી તેમણે ગઈ કાલે વૅક્સિન લીધી હતી. તેમણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી કોવિશીલ્ડ વૅક્સિન લીધી હતી. સરકારી હૉસ્પિટલોમાં વૅક્સિન મફતમાં આપવામાં આવી રહી છે, જ્યારે ખાનગી હૉસ્પિટલોમાં એ માટે ૨૫૦ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે.

સીતારામ કુંટે પવારને મળ્યા

ગઈ કાલે રાજ્યના નવા મુખ્ય સચિવ સીતારામ કુંટે શરદ પવારને મળ્યા હતા. તેમણે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા
કરી હતી.

mumbai mumbai news coronavirus covid19 lockdow