કોરોનાના પેશન્ટ્સથી સ્ટાફને સુરક્ષિત રાખવા જે જે હૉસ્પિટલે કવચ બનાવ્યું

02 August, 2020 08:00 AM IST  |  Mumbai | Agencies

કોરોનાના પેશન્ટ્સથી સ્ટાફને સુરક્ષિત રાખવા જે જે હૉસ્પિટલે કવચ બનાવ્યું

જે. જે. હૉસ્પિટલ

હૉસ્પિટલ સ્ટાફને કોરોના વાઇરસના ચેપથી સુરક્ષિત રાખવા જે. જે. હૉસ્પિટલે કોવિડ-19 પેશન્ટ્સને સ્પર્શ કર્યા વિના હૉસ્પિટલના પરિસરમાં ખસેડવા માટે ટ્રાન્સપોર્ટ ચેમ્બર ‘કવચ’ તૈયાર કર્યું છે.

ઇન્ડોમેડ ડિવાઇસિસ નામની કંપનીના ઇજનેરોની મદદથી હૉસ્પિટલના સામાન્ય શસ્ત્રક્રિયા વિભાગ દ્વારા વિકસાવાયેલા દરદીને ખસેડવા માટેની ટ્રાન્સપોર્ટ ચેમ્બર ‘કવચ’નો ઉપયોગ કરવાથી હૉસ્પિટલના સ્ટાફ, મુલાકાતીઓ અને અન્ય દરદીઓમાં ચેપનું જોખમ ઘટે છે.

સંસ્કૃત શબ્દ ‘કવચ’નો અર્થ બખ્તર થાય છે. જે. જે. હૉસ્પિટલના સર્જરીના સહાયક પ્રોફેસર અમોલ વાળાએ જણાવ્યું હતું કે ‘ઓછા ખર્ચની કાચની પરિવહન કરી શકાય એવી ટ્રૉલીમાં માથાના અંતમાં એક એચ.ઈ.પી.એ. ફિલ્ટર છે, જે 0.02 માઇક્રોન જેટલા નાના કણોને ફિલ્ટર કરે છે.

દરરોજ સેંકડો હેલ્થ-વર્કર્સનું ટેસ્ટિંગ પૉઝિટિવ આવે છે જેને કારણે તેમને આઇસોલેશનમાં રાખવાની ફરજ પડતાં તબીબી સ્ટાફની અછત વર્તાય છે.

તબીબી સ્ટાફને લાંબા સમય સુધી પીપીઈ કિટ્સમાં પસાર કરવો પડતો હોય છે, જેના કારણે તેમના માટે દરદીની સંભાળ અને સારવાર પૂરી પાડવી મુશ્કેલ બને છે, આથી તેમનું ચેપથી રક્ષણ કરે એવાં ઉપકરણોમાં નવીનતા લાવવી એ સમયની માગ છે, કારણ કે તબીબી સ્ટાફને લાંબા સમય સુધી પીપીઈ કિટ્સમાં પસાર કરવો પડે છે, જેના કારણે જરૂરી દરદીની સંભાળ અને સારવાર પૂરી પાડવી મુશ્કેલ બને છે. આ ચેમ્બર સ્ટાફને ચેપથી સુરક્ષિત રાખવા ઉપરાંત નબળી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતા પેશન્ટોને અન્ય ગંભીર ચેપ ધરાવતા રોગીઓથી પણ સુરક્ષિત રાખે છે.

mumbai mumbai news lockdown jj hospital byculla