તાપસી અને અનુરાગ પર પડેલી IT-રેઇડમાં કરોડોની અનિયમિતતા મળી આવી

05 March, 2021 08:33 AM IST  |  Mumbai | Mid-day Correspondent

તાપસી અને અનુરાગ પર પડેલી IT-રેઇડમાં કરોડોની અનિયમિતતા મળી આવી

અભિનેત્રી તાપસી પન્નુ, ફિલ્મમેકર અનુરાગ કશ્યપ

અભિનેત્રી તાપસી પન્નુ, ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સહિત અન્ય લોકોને ત્યાં પડેલા ઇન્કમ-ટૅક્સના દરોડામાં ગઈ કાલે ઇન્કમ-ટૅક્સના અધિકારીઓએ ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘અત્યાર સુધીની તપાસમાં અમને કરોડો રૂપિયાની અનિયમિતતા જોવા મળી છે. તાપસી પન્નુએ રોકડા પાંચ કરોડ રૂપિયા અને અનુરાગ કશ્યપના એક સમયના પ્રોડક્શન-હાઉસ પાસે ૩૦૦ કરોડ રૂપિયાની આવક કઈ રીતે આવી એનો જવાબ અમને નથી મળી રહ્યો. આ રેઇડ ‘ફૅન્ટમ’ ફિલ્મે કરેલા કથિત કરચોરીનો ભાગ છે જેમાં મુંબઈ અને પુણેમાં એકસાથે ૨૮ સ્થળોએ રેઇડ પાડવામાં આવી છે જેમાં રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ ગ્રુપના સીઈઓ અને સેલિબ્રિટી તેમ જ ટૅલન્ટ મૅનેજમેન્ટ કંપનીના એક્ઝિક્યુટિવનો પણ સમાવેશ છે.

anurag kashyap taapsee pannu income tax department mumbai news