આ બાબતમાં મુંબઈ નંબર 1, પણ કારણ જાણીને ચોંકી જશો

05 June, 2019 12:39 PM IST  |  મુંબઈ

આ બાબતમાં મુંબઈ નંબર 1, પણ કારણ જાણીને ચોંકી જશો

મુબઈનો અધધધ ટ્રાફિક

ભારતની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઈ ફરી એકવાર નંબર વન પર પહોંચ્યું છે. જુદા જુદા ક્ષેત્રોમાં વિશ્વક્ષેત્રે નામના ધરાવતું મુંબઈ આમ તો ભારતના ગર્વ સમાન છે. પરંતુ આ વખતે મુંબઈ જેમાં નંબર વન બન્યું છે, તે કારણ જાણીને તમને સ્હેજેય ગર્વ કરવાની ઈચ્છા નહીં ખાય. એક રિપોર્ટ પ્રમાણે મુંબઈ દુનિયાનો સૌતી વધુ ટ્રાફિક ધરાવતું શહેર છે.

જી હાં, મુંબઈ વિશ્વમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરોની યાદીમાં નંબર વન આવ્યું છે. 56 દેશના 403 શહેરોના ટ્રાફિક પર રિસર્ચ કર્યા બાદ જે રિપોર્ટ બન્યો છે, તેમાં આ ખુલાસો થયો છે. લોકેશન ટેક્નોલોજી કંપની ટોમટોમના રિપોર્ટ પ્રમાણે આખી દુનિયાના અન્ય દેશો કરતા મુંબઈમાં લોકોને પોતાને જ્યાં જવું છે ત્યાં પહોંચવામાં 65 ટકા વધુ સય લાગે છે. આ લિસ્ટમાં દિલ્હી પણ ચોથા નંબરે છે. ઉલ્લેખનીય છે કે ટોમટોમ કંપની એપલ અને ઉબેર માટે મેપ બનાવે છે.

ટોમ ટોમ કંપનીના રિપોર્ટ પ્રમાણે ટ્રાફિકની સમસ્યા ફક્ત મુંબઈમાં જ નથી. કોલોમ્બિયાની રાજધાની બોગોટા આ રિપોર્ટમાં બીજા નંબરે, પેરુની રાજધાની લીમા ત્રીજા અને રશિયાની રાજધાની મોસ્કો પાચમાં નંબરે છે.

ટોમ ટોમ કંપનીએ આ રિપોર્ટ ટ્રાફિક દરમિયાન કયા દેશના લોકોએ સૌથી વધુ રોકાવું પડે છે તેના આધારે તૈયાર કર્યો છે. ટોમટોમના જનરલ મેનેજર બારાબાર વેલપીયરનું કહેવું છે કે,'મુંબઈમાં સરેરાશ 500 કાર્સ પ્રતિ કિલોમીટર ચાલે છે. જે દિલ્હી કરતા ઘણી વધારે છે.'

આ પણ વાંચોઃ મૉન્સૂનમાં વેસ્ટર્ન રેલવેના પ્લૅટફૉર્મ પર પ્રવાસીઔને છત્રી લઈ જવી પડશે?

મળતી માહિતી પ્રમાણે કંપનીના રિપોર્ટ મુજબ મુંબઈના રસ્તાઓ પર ફરવા સૌથી યોગ્ય સમય રાતે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા વચ્ચેનો છે, આ દરમિયાન સૌથી ઓછો ટ્રાફિક હોય છે. મુંબઈમાં સવારે 8થી 10 વાગ્યા વચ્ચે ટ્રાફિક દરમિયાન 80%થી પણ વધારે સમય લાગી જાય છે. જ્યારે સાંજે 5 અને 8 વાગ્યાની વચ્ચે આ વધીને 102% થઈ જાય છે.

mumbai traffic mumbai news