આંતરરાષ્ટ્રીય કૉમેડિયન ટ્રેવર નોહાએ આપ્યો ખેડૂતોના આંદોલનને સપોર્ટ

12 February, 2021 11:33 AM IST  |  Mumbai | Agency

આંતરરાષ્ટ્રીય કૉમેડિયન ટ્રેવર નોહાએ આપ્યો ખેડૂતોના આંદોલનને સપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

મનોરંજન ઉદ્યોગની આંતરરાષ્ટ્રીય હસ્તી સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અને મોડી રાતના શોના હોસ્ટ ટ્રેવર નોહાએ બુધવારે દિલ્હીમાં ચાલતા ખેડૂતોના વિરોધ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

પોતાના લોકપ્રિય ટીવી-શો ધ ડેઇલી શોના માધ્યમથી એમી અવૉર્ડ વિજેતા ટ્રેવર નોહાએ બુધવારે ખેડૂતોના વિરોધનું મૂળ અને તેમની માગણીઓ તેમ જ તેમની ચળવળને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલા ટેકા પર પ્રકાશ પાડ્યો હતો.

બીજી ફેબ્રુઆરીએ પૉપસ્ટાર રિહાનાએ ખેડૂતોના વિરોધ પર ટ્વીટ કર્યું હતું, જેને પગલે અસંખ્ય વૈશ્વિક હસ્તીઓ, કાર્યકરો અને રાજકારણીએ પોતાનો ટેકો જાહેર કરતાં ટ્વિટર પર ખેડૂતોને ટેકો આપવાની એક લહેર ફેલાઈ હતી.

mumbai mumbai news