મુંબઈ ​: ઑક્સિજનની કમીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અટવાયા

28 September, 2020 02:17 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ ​: ઑક્સિજનની કમીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અટવાયા

કુર્લા ફુટઓવર બ્રિજનાં નવાં એક્સ્ટેન્શન્સ પાસેનું ગર્ડર એના સ્થાને છે, પણ ઇન્ડસ્ટ્રિયલ ઑક્સિજન સિલિન્ડરોના અભાવને કારણે ફૅબ્રિકેશન અને બ્રિજ બનાવવાનું કામકાજ મોડું થઈ રહ્યું છે.

કોરોનાના દરદીઓને સાજા કરવા માટે મેડિકલ ઑક્સિજન સિલિન્ડરને દેશભરમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેની સામે વેલ્ડિંગ અને ફૅબ્રિકેશનના કામકાજ માટે ઇન્ડસ્ટ્રિયલ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે વેલ્ડિંગ ઑક્સિજન સિલિન્ડર અને મેડિકલ ઑક્સિજન સિલિન્ડરમાં એક જ પદાર્થ હોય છે. ફરક માત્ર એટલો હોય છે કે મેડિકલ ઑક્સિજન સિલિન્ડર સંપૂર્ણ રીતે સૅનિટાઇઝ્ડ, શુદ્ધ અને સર્ટિફાઇડ હોય છે જ્યારે વેલ્ડિંગ ઑક્સિજન સિલિન્ડર સર્ટિફાઇડ થયા વિના ટૅન્કમાં વેચાય છે જે ક્લિયર નથી હોતો.

સેન્ટ્રલ રેલવે પરેલ વર્કશૉપમાં ઑક્સિજન સિલિન્ડરોના ઑલ્ટરનેટ તરીકે પ્લાઝમા કટિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઑક્સિજન સિલિન્ડરની મગજમારીનો ઉપાય શોધવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે અન્ય વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ રેલવે આ સમસ્યાના સમાધાનના ભાગરૂપે પ્લાઝમા કટિંગનો ઉપયોગ કરી રહી છે. આ ઉપરાંત કુર્લાના વિસ્તારવામાં આવી રહેલા ફુટઓવર બ્રિજ પર ગર્ડર ચડાવી દેવામાં આવ્યું છે, પણ ઇન્ડસ્ટ્રિયલ સિલિન્ડરની અછતને કારણે કામકાજ ખોરવાઈ રહ્યું છે.

mumbai mumbai news rajendra aklekar central railway parel kurla coronavirus