મુંબઈ : ગુજરાતીઓના ગઢમાં છે 60 ટકા પેશન્ટ્સ

15 July, 2020 07:02 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ : ગુજરાતીઓના ગઢમાં છે 60 ટકા પેશન્ટ્સ

કોરોના ટેસ્ટ કરતા ડૉક્ટર

મુંબઈના કુલ ૨૪ વૉર્ડ પૈકી હવે માત્ર ૯ વૉર્ડ એવા છે જ્યાં કોવિડ-19ના ૧૦૦૦થી વધુ ઍક્ટિવ કેસ છે. આ ૯ વૉર્ડમાં બોરીવલી, કાંદિવલી, મલાડ, અંધેરી, ઘાટકોપર, ભાંડુપ, મુલુંડ અને દાદરનો સમાવેશ છે. અત્યારે મુંબઈમાં કોરોનાના કુલ ૨૨,૦૦૦ ઍક્ટિવ દર્દીઓ છે, જેમાંથી ૧૩,૦૦૦ જેટલા એટલે કે ૬૦ ટકા દર્દીઓ આ વિસ્તારમાંના છે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ૭૦ ટકાથી વધુ દર્દીઓ રિકવર થઈને ડિસચાર્જ થઈ ગયા છે. ૯૩,૮૯૪ દર્દીઓ પૈકી ૬૫,૬૨૨ દર્દીઓ રિકવર થયા હતા અને ૫૩૩૨ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અત્યારે ૨૨,૯૩૯ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. આ તમામ દર્દીઓ મોટા ભાગે નૉર્થ મુંબઈના છે.

આ પણ વાંચો : મુંબઈ : 1800 કૉવિડ બેડ, પણ ઝીરો મેડિકલ સ્ટાફ

એક વૉર્ડ-ઑફિસરે જણાવ્યું કે સાઉથ અને સાઉથ-સેન્ટ્રલ વૉર્ડની સરખામણીમાં આ તમામ વૉર્ડમાં વસ્તી વધુ છે. ૧.૨૪ કરોડમાંથી ૫૦ લાખ જેટલા તો દહિસરથી સાંતાક્રૂઝ વિસ્તારમાં જ રહે છે. હવે બીએમસી દરરોજ ઘરે-ઘરે સ્ક્રીનિંગ કરી રહી છે જેથી દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

કયા વિસ્તારમાં કેટલા દર્દી
બોરીવલી - ૧૪૬૩
કાંદિવલી - ૧૩૪૧
મલાડ - ૨૦૫૨
અંધેરી-ઈસ્ટ - ૧૪૯૧
અંધેરી-વેસ્ટ - ૧૨૩૧
દાદર - ધારાવી - ૧૩૮૧
ભાંડુપ - ૧૪૨૯
ઘાટકોપર - ૧૩૧૯
મુલુંડ - ૧૫૧૩

mumbai mumbai news malad dahisar borivali mulund ghatkopar bhandup coronavirus covid19 lockdown