૧૫ દિવસમાં કોરોનાના ઍક્ટિવ કેસ ૩૬ ટકા વધ્યા

23 February, 2021 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫ દિવસમાં કોરોનાના ઍક્ટિવ કેસ ૩૬ ટકા વધ્યા

લોકો જાહેર સ્થળોએ માસ્ક વગર બિન્દાસ ફરે છે (ફાઈલ તસવીર)

મુંબઈના કેટલાક વિસ્તારોમાં કોરોના-સંક્રમણમાં ઉછાળો નોંધાયો છે, જેમાં મુંબઈમાં ૮ ફેબ્રુઆરીથી કોરોનાના સક્રિય કેસમાં ૩૬.૩૮ ટકાનો વધારો નોંધાયો હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.

વર્તમાન સમયમાં કોરોનાના કેસમાં થયેલા વધારા પાછળ નાગરિકોની બેપરવાઈ, સામાન્ય જનતાને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ અને અન્ય વિવિધ પ્રકારની વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ખુલ્લી મૂકવા સહિતનાં કારણો જવાબદાર છે એમ પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના ડેટા અનુસાર ૮ ફેબ્રુઆરીએ દેશની આર્થિક રાજધાનીમાં કોરોનાના ૫૩૩૫ ઍક્ટિવ કેસ નોંધાયા હતા અને રવિવારે આ સંખ્યા વધીને ૭૨૭૬ પર પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે ૮ ફેબ્રુઆરીએ શહેરમાં કોરોનાના કેસનો ૫૭૪ દિવસનો સૌથી ઊંચો સરેરાશ ડબલિંગ રેટ અને કેસમાં ૦.૧૨ ટકાનો સૌથી નીચો સરેરાશ વૃદ્ધિદર નોંધાયો હતો.

ડેટા અનુસાર વર્તમાન સમયમાં મુંબઈમાં કોરોનાના કેસનો સરેરાશ વૃદ્ધિદર ૦.૨૦ ટકા અને સરેરાશ ડબલિંગ રેટ ૩૪૬ દિવસ છે.

coronavirus covid19 mumbai mumbai news