મુંબઈ: હાર્બર લાઇનને વિરાર સુધી લંબાવાશે

16 February, 2020 08:11 AM IST  |  Mumbai

મુંબઈ: હાર્બર લાઇનને વિરાર સુધી લંબાવાશે

પ્રતીકાત્મક તસવીર

સીએસએમટીથી ગોરેગામ સુધીની હાર્બર લાઇનનો વિસ્તાર બોરીવલી સુધી કરવાની યોજના રેલવે પ્રશાસને વિચારી છે. પશ્ચિમ રેલવેમાં બોરીવલી સુધી પાંચ લાઇન હોવાથી છઠ્ઠી લાઇન તૈયાર કરવામાં આવશે, જેમાં હાર્બર લાઇનની બે નવી લાઇન પણ તૈયાર કરવામાં આવવાની હોવાથી હવે એ આઠ લાઇનની થશે. ભવિષ્યમાં આ માર્ગ વિરાર સુધી લઈ જવાનો રેલવે પ્રશાસનનો વિચાર છે.

હાલમાં સીએસએમટથી હાર્બર માર્ગે ગોરેગામ સુધી પ્રવાસ કરી શકાય છે. એપ્રિલ ૨૦૧૮માં હાર્બરનો પ્રવાસ ગોરેગામ સુધી કરવામાં આવ્યો હતો. અંધેરીથી ગોરેગામ લાઇનની મૂળ યોજના ૨૦૦૯માં કરવામાં આવી હતી. જોકે કામ પૂરું થતાં ૨૦૧૭ સુધી રાહ જોવી પડી હતી. પ્રત્યક્ષ રીતે એપ્રિલ ૨૦૧૮માં ગોરેગામ સુધી હાર્બર લોકલ ટ્રેનો શરૂ થઈ હતી. હવે હાર્બર બોરીવલી સુધી વિસ્તારવાની યોજના મુંબઈ નાગરી સિવિલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ 3 (એ) અંતર્ગત તૈયાર કરવામાં આવી છે. આ માટે ૮૨૫.૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

હાલમાં ગોરેગામથી બોરીવલી સુધીની લાઇનનું કામ પશ્ચિમ રેલવેના કોઈ પણ વ્યવહારને બાધારૂપ ન થાય એ રીતે ચાલી રહ્યું છે. જોકે બોરીવલી બાદ હાર્બર લાઇનની ટ્રેનો વિરાર સુધી વિસ્તારવાની રેલવે પ્રશાસનની યોજના છે એવું પશ્ચિમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું

mumbai local train harbour line virar goregaon indian railways western railway mumbai news