બીએમસીએ 50 દિવસમાં 2231 વૃક્ષો કાપવાની નોટિસ જાહેર કરી

23 February, 2020 07:31 AM IST  |  Mumbai | Prajakta Kasale

બીએમસીએ 50 દિવસમાં 2231 વૃક્ષો કાપવાની નોટિસ જાહેર કરી

બીએમસીએ 2231 વૃક્ષો કાપવાની નોટિસ જાહેર કરી

નવું વર્ષ શરૂ થયાને હજી માત્ર દોઢ જ મહિનો વીત્યો છે ત્યાં બીએમસીએ વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સ માટે ૨૨૩૧ વૃક્ષો કાપવા માટે નોટિસ જાહેર કરી દીધી છે. સત્તાવાર આંકડા મુજબ ગયા વર્ષે કુલ ૩૨૩૬ વૃક્ષો કાપવામાં આવ્યાં હતાં જ્યારે ઍક્ટિવિસ્ટ જણાવે છે કે જાહેર નોટિસના આધારે ગણતરી કરવામાં આવે તો બીએમસીએ ૨૦૧૯માં કુલ ૧૪,૫૧૮ વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી તથા આ વર્ષે એનાં ૭૦ ટકા જેટલાં વૃક્ષો કપાઈ ચૂક્યાં છે.

૨૦૨૦-’૨૧ની બજેટ-સ્પીચમાં બીએમસીના કમિશનરે જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં ૨૫,૦૦૦ વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી હતી. બીએમસીની ટ્રી ઑથોરિટી કમિટી દ્વારા વૃક્ષો કાપવા માટે મંજૂરી આપવામાં આવે ત્યાર પહેલાં વૃક્ષો કાપવા સંબંધે જાહેર જનતા દ્વારા સૂચન કે વિરોધ નોંધાવવા જાહેર નોટિસ આપવી ફરજિયાત છે. પહેલી જાન્યુઆરીથી ૧૭ ફેબ્રુઆરી સુધીમાં બીએમસીએ કુલ ૧૭ નોટિસ પ્રકાશિત કરી છે.

મોટા ભાગનાં વૃક્ષો રોડ કે નાળાં પહોળાં કરવા માટે કાપવામાં આવશે. ગયા વર્ષે આરે કૉલોનીમાં મેટ્રો-૩ કારશેડ માટે ૨૬૪૬ વૃક્ષો કાપવામાં આવ્યાં હતાં. આ વર્ષે ૧૭ ફેબ્રુઆરીએ જાહેર કરેલી નોટિસ મુજબ કોસ્ટલ રોડ માટે ૬૦૦ વૃક્ષો કાપવામાં આવશે.

બીએમસીના સત્તાવાર આંકડા મુજબ ૩૨૩૬ વૃક્ષો કાપવામાં આવ્યાં

બીએમસીની જાહેર નોટિસના આધારે ગયા વર્ષે ૧૪,૫૧૮ વૃક્ષો કાપવામાં આવ્યાં.

brihanmumbai municipal corporation mumbai mumbai news prajakta kasale