મુંબઈ : આઇસીએસઈ બોર્ડે મૂલ્યાંકનની પદ્ધતિ જાહેર કરી

04 July, 2020 11:29 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ : આઇસીએસઈ બોર્ડે મૂલ્યાંકનની પદ્ધતિ જાહેર કરી

પ્રતીકાત્મક તસવીર

આઇસીએસઈ કાઉન્સિલે છેવટે આઇસીએસઈના ૧૦મા અને ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિની જાહેરાત કરી છે.

ગુરુવારે સાંજે જારી કરેલા પરિપત્રમાં કાઉન્સિલ દ્વારા જણાવાયું હતું કે પ્રશ્નપત્રમાં માર્ક્સ આપવા માટે ચોક્કસ ફૉર્મ્યુલા પર પહોંચવા માટે પેપરમાં જે માર્ક આપવામાં આવે છે એમાં આંતરિક આકારણી મુખ્ય હોય છે અને આંતરિક આકારણીના ગુણ અને બોર્ડની પરીક્ષામાં ઉમેદવારોના દેખાવ સુધી મર્યાદિત છે. અત્યાર સુધીમાં શ્રેષ્ઠ ત્રણ પેપર્સમાં મેળવેલા તેમના સરેરાશ ગુણના આધારે માર્ક્સ માપવામાં આવશે.

કાઉન્સિલે નવી પદ્ધતિ જાહેર કરવા માટે ૨૦૧૫થી ૨૦૧૯ અને ૨૦૨૦ની ભૂતકાળની બોર્ડ પરીક્ષાઓના ડેટા વિશ્લેષણ કર્યાં હતાં. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ભાગ લેનારા તમામ ઉમેદવારોને નિષ્પક્ષતાની ખાતરી મળી રહે એ રીતે મૂલ્યાંકન પદ્ધતિની પસંદગી કરવામાં આવી હતી. કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને આઇસીએસઈ વર્તમાન સત્ર ૨૦૨૦-’૨૧ દરમ્યાન અભ્યાસમાં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે કાઉન્સિલે એના વિશે નિષ્ણાતો સાથે ચર્ચા કરીને અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

mumbai mumbai news coronavirus lockdown pallavi smart