મુંબઈ : મેટ્રો લાઇન માટે દહિસરમાંનો મુંબઈનો એન્ટ્રી ગેટ તોડી પડાશે

05 October, 2020 01:13 PM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ : મેટ્રો લાઇન માટે દહિસરમાંનો મુંબઈનો એન્ટ્રી ગેટ તોડી પડાશે

દહિસર ખાતેના મુંબઈના પ્રવેશદ્વારનું કરાઈ રહેલું સમારકામ. તસવીર : સતેજ શિંદે

દહિસરમાં આવેલા મુંબઈના આઇકૉનિક એન્ટ્રી ગેટને મેટ્રો-9ની લાઇન માટે તોડી પાડવામાં આવશે. ચાર વર્ષ પહેલાં બીએમસીએ આ એન્ટ્રી ગેટ ૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો, જેનું રિપેરિંગ કામ ૨૦૧૯માં બે કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું.

એમ‌એમ‌આરડીએના પ્રમાણે બીએમસી ગેટનું સુંદર કામ નહીં, પણ એને મેટ્રો લાઇન માટે તોડી પાડવાનો છે. આ માટે એમ‌એમ‌આરડીએને બીએમસી પાસેથી એનઓસી પણ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. અંધેરી-ઈસ્ટથી દહિસર-ઈસ્ટ સુધીની મેટ્રો લાઇન-7નું કામકાજ ચાલી રહ્યું છે સાથે-સાથે એમ‌એમ‌આરડીએ અન્ય લાઇન દ્વારા ઉક્ત રૂટને મીરા-ભાઇંદર સુધી વિસ્તારવાની યોજના બનાવી રહી છે. ૧૩.૫ કિલોમીટરનો આ વિસ્તરણ પ્રોજેક્ટ ઑક્ટોબર ૨૦૨૨ સુધી પૂરો થવાની સંભાવના હતી, પણ કોરોનાને લીધે આ સમયગાળો વધી શકે છે.

દહિસરમાં આવેલો મુંબઈનો એન્ટ્રી ગેટ નવ વર્ષ પહેલાં ૧૦ પીલર પર ૧૨૫ ફુટની હાઇટ પર ૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, જેમાં બ્રિટિશ કાળના બેસાલ્ટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૦૧૨માં ઉદ્ધવ ઠાકરે દ્વારા આ ગેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મુંબઈનો ગેટ દહિસર ‘આર નૉર્થ’ વૉર્ડમાં આવે છે. આ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેડકરે કહ્યું કે ‘મુંબઈના એન્ટ્રી ગેટનો કેટલોક હિસ્સો વચ્ચે આવી રહ્યો હોવાથી અને હાઇવે પર મેટ્રો લાઇનનું કામ ચાલી રહ્યું હોવાને લીધે અમને રિપેરિંગ કામ આગળ ન વધારવા માટેનો પત્ર પ્રાપ્ત થયો છે. મેટ્રો લાઇનનું બાંધકામ પૂરું થયા બાદ એમ‌એમ‌આરડીએ બાકી રહેલું કામ પૂરું કરશે એ વાતની તેમણે ખાતરી પણ આપી છે.'

એમ‌એમ‌આરડીએના પ્રવક્તા બી. જી. પવારે કહ્યું કે ‘મેટ્રો લાઇન-9 મુંબઈના એન્ટ્રી ગેટ આગળથી પસાર થવાની છે. હાલના સમયમાં કેટલું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે અને અમે બીએમસીને જાણ કરી છે કે તેઓ આ રિપેરિંગ કામકાજ મેટ્રો લાઇનના સ્ટ્રક્ચર અને હાઇટને ધ્યાનમાં રાખીને આગળ વધારે.’

mumbai mumbai news dahisar mumbai metro prajakta kasale