આ કપરા સમયમાંથી વૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ કરીને બહાર કઈ રીતે આવશો?

13 May, 2021 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એની ટ્રેઇનિંગ આપતો એક વેબિનાર વિશ્વના શ્રેષ્ઠ કક્ષાના કોચ દ્વારા ૧૯ મેએ ઑનલાઇન યોજાવાનો છે

ફાઈલ તસવીર

દરેક સમસ્યાનું સમાધાન છે, પરંતુ જ્યારે એ સમાધાન વૈજ્ઞાનિક હોય ત્યારે એ વધુ અકસીર હોય છે. ૧૭થી ૨૩ મે દરમ્યાન વિશ્વભરમાં ઇન્ટરનૅશનલ કોચિંગ ફેડરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય કોચિંગ વીકની જાહેરાત થઈ છે; જેમાં વ્યક્તિગત ધોરણે કૉર્પોરેટ કંપનીઓ અને નાના-મોટા વેપારીઓએ જીવનના પડકારજનક સંજોગો અને આર્થિક સ્તરે આવેલા પડકારોને કઈ રીતે હૅન્ડલ કરવા એની તાલીમ આપતો એક વિશિષ્ટ સેમિનાર ૧૯ મેએ યોજાવાનો છે. પ્રોફેશનલ કોચિંગ દ્વારા વ્યક્તિગત જીવનમાં અને કૉર્પોરેટ ક્ષેત્રમાં અનેક હકારાત્મક બદલાવ આવી શકે છે એના અઢળક દાખલા છે. 

ઇન્ટરનૅશનલ કોચિંગ ફેડરેશન નામની આ વૈશ્વિક સંસ્થાના ૧૪૦થી વધારે દેશોના ૩૫,૦૦૦ કરતાં વધારે પ્રોફેશનલી ટ્રેઇન્ડ કોચીઝ પ્રોફેશનલ કોચિંગ કેવા ચમત્કાર સર્જી શકે છે અને એની જરૂરિયાત શું કામ છે એ વિશે જાગૃતિ લાવવા ઇન્ટરનૅશનલ કોચિંગ વીકનું સેલિબ્રેશન કરે છે. 

આ વર્ષે મુંબઈ ચૅપ્ટર દ્વારા થઈ રહેલા આયોજન વિશે આ ઑર્ગેનાઇઝેશનના એક મેમ્બર કહે છે કે ‘અત્યારે લોકો અનેક પ્રકારની કશમકશમાંથી પસાર થઈ રહ્યા છે. લાઇફ કોચ આ સમયે ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જેમાં તેઓ વૈજ્ઞાનિક મેથડનો ઉપયોગ કરીને મેન્ટલ ક્લૅરિટી લાવવાના પ્રયાસ કરે છે. કૉર્પોરેટ ક્ષેત્રે લીડરશિપની દૃષ્ટિએ પણ કોચિંગ કંપનીના ગ્રોથ માટે અને કંપનીના આગળના ગોલ્સ સેટ કરવા માટે ખૂબ ઉપયોગી છે. મુંબઈ ચૅપ્ટર અંતર્ગત અમે ‘ઇચ વન, રિચ ટેન’ કૅમ્પેન લૉન્ચ કર્યું છે જેમાં પ્રત્યેક કોચ ૧૦ લોકો સુધી પહોંચીને પદ્ધતિસર તાલીમનું મહત્ત્વ શું છે એ વિશે લોકજાગૃતિ લાવવાના પ્રયાસ કરશે.’

દરેક જણ હિસ્સો લઈ શકે એવો વિશિષ્ટ વેબિનાર ૧૯ મેએ સાંજે ૬થી ૮ વાગ્યા દરમ્યાન યોજાવાનો છે, જેમાં ગ્લોબલ એન્ટરપ્રાઇઝ બોર્ડ ઑફ ધ ઇન્ટરનૅશનલ કોચિંગ ફેડરેશનના પેટ મૅથ્યુ સેમિનારના મૉડરેટર છે. પૅનલિસ્ટમાં થાયરો કૅર ટેક્નૉલૉજીના ડિરેક્ટર ડૉ. વેલુમની, ગ્રેટ પ્લેસ ટુ વર્કના પ્રસનજિત ભટ્ટાચાર્ય, કૅપિટાના મૅનેજિંગ ડિરેક્ટર અરવિંદ પ્રભાત શંકર, ઓઘલવી ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ હેફ્ઝિબાહ પાઠક અને સેનોફી ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેક્ટર રાજરામ એન.નો સમાવેશ છે.

જોડાવા માટે ઈ-મેઇલ કરો
કૉર્પોરેટ ક્ષેત્રના અગ્રણી પૅનલિસ્ટ્સ અંતર્ગત યોજાઈ રહેલો વેબિનાર અટેન્ડ કરવામાં જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો corpotrate.icfmumbaichapter@gmail.com પર ઈ-મેઇલ કરીને તમારી વિગત શૅર કરી શકો છો.

mumbai mumbai news