આતંકવાદીઓના હિટલિસ્ટમાં રહેલા હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં ૩ મહિનામાં ૫ ચોરી

30 November, 2012 06:04 AM IST  | 

આતંકવાદીઓના હિટલિસ્ટમાં રહેલા હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં ૩ મહિનામાં ૫ ચોરી


પોલીસ-રક્ષણ હોવા છતાં છેલ્લા ત્રણ મહિનામાં પાંચ જેટલા ફ્લૅટોમાં ઘરફોડ ચોરીની ઘટના બની છે. સોમવારે જલવાયુ વિહાર કૉમ્પ્લેક્સની ‘એમ’ વિંગના પાંચમા માળે આવેલા ૫૬ નંબરના ફ્લૅટ તથા ‘એન’ વિંગના સાતમા માળે આવેલા ૭૬ નંબરના ફ્લૅટમાં ચોરી થઈ હતી. લોકલ પોલીસ-સ્ટેશનમાં આ વિશે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આ કેસમાં કોઈ પ્રગતિ નોંધાઈ નથી.

આતંકવાદી હુમલાની ધમકીઓને કારણે સમગ્ર કૉમ્પ્લેક્સમાં સીસીટીવી કૅમેરા હોવા છતાં ચોરી થઈ હતી અને ચોરોના કોઈ પુરાવા પણ નથી મળ્યાં. બે મહિના પહેલાં ત્રણ ફ્લૅટમાં ઘરફોડ ચોરી થઈ હોવાની વાત રહેવાસીઓએ કરી હતી. પોલીસતપાસમાં બિલ્ડિંગની અંદર રહેલા સિક્યૉરિટી ગાર્ડે લાપરવાહી રાખી હોવાની વાત જણાવવામાં આવી હતી.