10 September, 2025 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અમૃત મહોત્સવ પ્રસંગે, તેમની ૭૫મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ મંગળવારે ૧૬ સપ્ટેમ્બરે સાંજે ૫.૩૦ વાગ્યે આઝાદ મેદાન નજીક મુંબઈ મરાઠી પત્રકાર સંઘના હૉલમાં વિશેષ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીની થીમ છે ‘મોદી ભારત ભાગ્યવિધાતા.’ મોદી-બ્રિગેડ ૨૦૧૦થી એટલે કે નરેન્દ્ર મોદીના હીરક મહોત્સવથી મુંબઈમાં સતત તેમના જન્મદિનની ઉજવણી કરતી આવી છે. આ વર્ષે પણ આ ક્રમ મુલુંડની બહાર કરી સાતત્ય જાળવવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે, પણ એ માટે ફોન પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. નામ નોંધાવવા માટે મોદી બ્રિગેડના લાલજી સરનો 9892006628 નંબર પર, ધર્મેન્દ્ર ભટ્ટનો 9082065609 નંબર પર અને ચીમન મોતાનો 9594550708 નંબર પર સંપર્ક કરવો.